Home /News /national-international /એક્સિસ માય ઈંડિયા રિપોર્ટ: 73 ટકા લોકોએ કહ્યું ઘર ખર્ચ વધ્યો, 62 ટકા લોકોને ભરોસો છે કે સરકાર સારી

એક્સિસ માય ઈંડિયા રિપોર્ટ: 73 ટકા લોકોએ કહ્યું ઘર ખર્ચ વધ્યો, 62 ટકા લોકોને ભરોસો છે કે સરકાર સારી

inflation

સર્વેમાં ઘરેલૂ ખર્ચ, જરુરી અને બિનજરુરી વસ્તુઓ પર ખર્ચ, સ્વાસ્થ્ય પર ખર્ચ, મીડિયા પર સમય વિતાવવાની આદત, મનોરંજન અને પર્યટનને સામેલ કર્યું હતું.

    નવી દિલ્હી: મુખ્ય ગ્રાહક ડેટા ઈંટેલિજેન્સ કંપની એક્સિસ માય ઈંડિયા (Axis My India)એ ઈંડિયા કંઝ્યૂમર સેન્ટીમેન્ટ ઈંડેક્સના તાજા રિપોર્ટ જાહેર કર્યા છે. તેમાં કેટલાય મુદ્દા પર ગ્રાહકોની ધારણાનું વિશ્લેષણ કર્યું છે. આ સર્વેમાં 5 મુદ્દામાંથી 3 પર પોઝિટીવ દ્રષ્ટિકોણ દેખાઈ રહ્યો છે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 73 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું છે, ગત વર્ષની સરખામણીમાં 2022માં ઉંચો ફુગાવો રહેતા ઘરેલૂ ખર્ચમાં વધારો થયો છે. સાથે જ 62 ટકા ઉત્તરદાતાઓનું માનવું છે કે, ભારતની હાલની સરકાર આર્થિક પરિસ્થિતીને સંભાળવામાં બીજા દેશોની સરકારોથી સારી છે.

    સર્વેમાં ઘરેલૂ ખર્ચ, જરુરી અને બિનજરુરી વસ્તુઓ પર ખર્ચ, સ્વાસ્થ્ય પર ખર્ચ, મીડિયા પર સમય વિતાવવાની આદત, મનોરંજન અને પર્યટનને સામેલ કર્યું હતું. સર્વેના પરિણામો અનુસાર, 41 ટકા પરિવારોની જરુરી વસ્તુ જેવી કે, પર્સનલ કેર અને ઘરેલૂ સામાન પર ખર્ચ વધ્યો છે. 7 ટકા પરિવારો માટે એસી, કાર અને રેફ્રીજરેટર જેવી બિન જરુરી વસ્તુઓ પર ખર્ચ વધી રહ્યો છે.

    સર્વે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 10,019 લોકો સાથે કમ્પ્યુટક એડેડ ટેલીફોનિક ઈન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવ્યું હતું. તેમાં 70 ટકા ગ્રામિણ જ્યારે 30 ટકા શહેરી લોકો સામેલ હતા. જો ક્ષેત્રના હિસાબથી જોઈએ તો, 25 ટકા ઉત્તર ભારત, જ્યારે 27 ટકા પૂર્વી ભાગના છે. આ ઉપરાંત 28 ટકા અને 20 ટકા ક્રમશ: પશ્ચિમી અને દક્ષિણી ભાગના હતા. આ સર્વેમાં 61 ટકા પુરુષો થતાં 39 ટકા મહિલા હતી.

    21 ટકા લોકોમાં વધી ગયો મીડિયાનો ખર્ચ


    જાન્યુઆરી મહિનાના રિપોર્ટ અનુસાર, 21 ટકા લોકોમાં મીડિયાનો ખર્ચ વધી ગયો છે. જેમાં ડિજિટલ મીડિયાનો ખર્ચ 52 ટકા રહ્યો. રિપોર્ટમાં કહેવાયું છે કે, સોશિયલ મીડિયા એપ ફેસબુક 26 ટકાની સૌથી આગળ કહ્યું જ્યારે ફ્લિપકાર્ટ સૌથી વધારે ઉપયોગ થનારી ઈ કોમર્સ પ્લેટફોર્મ હતું. લોકોની સ્પોર્ટ્સ અને ક્રિકેટમાં પણ ખૂબ રસ છે. 46 ટકા ટી 20 વર્લ્ડ કપ જોવાનું પસંદ કર્યું, 25 ટકાએ આઈપીએલ જોવાનું પસંદ છે, તો વળી 16 ટકાને ફીફા વર્લ્ડ કપ પસંદ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Inflation

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन