Home /News /national-international /

ગજબ! 5 દિવસથી બોરવેલમાં ફસાયેલા રાહુલ સાથે હતો સાપ અને દેડકો, જુઓ પુરી કહાની

ગજબ! 5 દિવસથી બોરવેલમાં ફસાયેલા રાહુલ સાથે હતો સાપ અને દેડકો, જુઓ પુરી કહાની

છત્તીસગઢ બોરવેલ રેસક્યુ મામલો

chhattisgarh borewell rescue : જાંજગીર જિલ્લાના પીરહિદ ગામમાં 11 વર્ષીય દિવ્યાંગ રાહુલ સાહુ (Rahul Sahu) 10 જૂને બપોરે લગભગ 3 વાગ્યે ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. આ પછી, SDRF અને સ્થાનિક પોલીસ-પ્રશાસનની ટીમે રાહુલને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન સેવ રાહુલ શરૂ કર્યું હતુ

વધુ જુઓ ...
    chhattisgarh borewell rescue : છત્તીસગઢ (chhattisgarh) ના જાંજગીરમાં સતત પાંચ દિવસ સુધી ચાલતું સૌથી મોટું બચાવ ઓપરેશન સફળતાપૂર્વક સમાપ્ત થઈ ગયું છે. 60 ફૂટ નીચે બોરવેલમાં પડેલા 11 વર્ષના વિકલાંગ બાળક રાહુલ સાહુ (Rahul Sahu) ને મંગળવારે રાત્રે લગભગ 12:45 વાગ્યે બોરવેલની ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પછી, ગ્રીન કોરિડોર બનાવીને જાંજગીરથી બિલાસપુરની અપોલો હોસ્પિટલ મોકલવામાં આવ્યો. મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે લગભગ 3.45 વાગ્યે, રાહુલને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. રસ્તામાં નિષ્ણાંત તબીબોની ટીમ રાહુલને સ્વાસ્થ્ય સુવિધાઓ આપતી રહી.

    છત્તીસગઢના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાહુલની હાલત હવે સ્થિર છે. એમ્બ્યુલન્સના ડોક્ટરે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બીપી, સુગર, હાર્ટ રેટ નોર્મલ છે અને ફેફસાં પણ સાફ છે. રાત્રે લગભગ ત્રણ વાગ્યે, સીએમઓ છત્તીસગઢ દ્વારા એક ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, "રાહુલ કુશળ મેડિકલ ટીમના હાથમાં પહોંચી ગયો છે. થોડા સમય પહેલા એમ્બ્યુલન્સ તેમને બિલાસપુર જિલ્લાની અપોલો હોસ્પિટલમાં લઈ ગઈ હતી. હાલમાં તેમને નિષ્ણાત તબીબોની ટીમની દેખરેખ હેઠળ ICUમાં રાખવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ સાહુનું પહેલું મેડિકલ બુલેટિન બુધવારે સવારે 10 વાગ્યા પછી જારી કરવામાં આવ્યું હતુ. બિલાસપુર એપોલોના પબ્લિક રિલેશન ઓફિસર દેવેશ ગોપાલના જણાવ્યા અનુસાર, રાહુલ ICUમાં દાખલ છે. રાહુલની હાલત અત્યારે ઠીક છે.

    આ પણ વાંચોગજબ કિસ્સો : બળાત્કારનો ફરાર આરોપી 10 વર્ષમાં જાદુગર બની ગયો હતો, પોલીસે પહેલા તેનો શો જોયો, પછી ઉપાડ્યો

    સાપ અને દેડકા પણ સાથે હતા

    તમને જણાવી દઈએ કે, જાંજગીર જિલ્લાના પીરહિદ ગામમાં 11 વર્ષીય દિવ્યાંગ રાહુલ સાહુ 10 જૂને બપોરે લગભગ 3 વાગ્યે ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. આ પછી, SDRF અને સ્થાનિક પોલીસ-પ્રશાસનની ટીમે રાહુલને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઓપરેશન સેવ રાહુલ શરૂ કર્યું. બહેરા અને માનસિક રીતે વિકલાંગ હોવાને કારણે રાહુલ રેસ્ક્યુ ટીમના સંકેતોને સમજી શકતો ન હતો. એનડીઆરએફ, આર્મીની ટીમ પણ આ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. લગભગ 105 કલાક સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું. બચાવ કામગીરી પૂરી થયા બાદ જાંજગીરના કલેક્ટર જિતેન્દ્ર શુક્લાએ કહ્યું કે, અમે ખૂબ જ પરેશાન છીએ. કારણ કે રાહુલના મોનિટરિંગ માટે બોરવેલમાં મુકવામાં આવેલા કેમેરામાં સાપ પણ દેખાઈ રહ્યો હતો. બચાવ દરમિયાન રાહુલ સાથે સાપ અને દેડકા પણ દેખાયા હતા. પરંતુ તે રાહુલના જોમનું પરિણામ છે કે તેને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાયો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Chhatisgarh, Rescue, Rescue operation, છત્તીસગઢ, બોરવેલ

    આગામી સમાચાર