Home /News /national-international /દેશમાં પાણીની સમસ્યા થઈ શકે છે દૂર, આ યોજનાઓ પરથી પ્રેરણા લઈ જળ સંચય પ્રોજેકટ ચલાવવા જરૂરી

દેશમાં પાણીની સમસ્યા થઈ શકે છે દૂર, આ યોજનાઓ પરથી પ્રેરણા લઈ જળ સંચય પ્રોજેકટ ચલાવવા જરૂરી

જળ એ જીવન છે. જળ વગર જીવનની કલ્પના કરી શકાય નહીં

mission paani- ભારત (India) અત્યારે પીવા અને સિંચાઈના પાણી માટે ચોમાસા (monsoon rainfall)પર નિર્ભર છે

જળ એ જીવન છે. જળ વગર જીવનની કલ્પના કરી શકાય નહીં. માનવ જીવન સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પર આધાર રાખે છે. ભારત (India) અત્યારે પીવા અને સિંચાઈના પાણી માટે ચોમાસા (monsoon rainfall)પર નિર્ભર છે. ચોમાસામાં (monsoon) એકઠું થતું પાણી લોકો આખું વર્ષ ઉપયોગ કરે છે. જોકે ચોમાસું જીવન આપવાની સાથે ઘણી વખત જીવ પર ખતરો પણ ઉભો કરે છે. ઘણા સમયથી પૂર ( floods)અને ચક્રવાત ( cyclones)જેવી કુદરતી આપત્તિઓમાં વધારો થયો છે. જેના કારણે પાણીની ગુણવત્તા અને એકંદર સ્વચ્છતામાં ઘટાડો થયો છે.

ભવિષ્યમાં પાણીની માંગ વધવાની શક્યતા છે. ત્યારે હવે પાણીની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે એક સાથે મળી પ્રયાસ કરવાનો સમય પાકી ગયો છે. ભૂતકાળમાં કેટલાક નાના જળ સંરક્ષણ અને સ્વચ્છતા પ્રોજેક્ટ્સે સફળ પરિણામો મેળવ્યા હતા. જેથી અહીં એવા કેટલાક સફળ પ્રોજેકટ અંગે જાણકારી આપવામાં આવી છે, જેના પરથી પ્રેરણા લઈ આખા દેશમાં પ્રોજેકટ શરૂ કરી શકાય છે.

જળ સંચય પ્રોજેકટ

નાલંદામાં આ યોજના શરૂ થઈ હતી. આ પ્રોજેકટનો હેતુ દુષ્કાળ જેવી સ્થિતિમાં રાહત મેળવવાનો હતો. ખેત ઉત્પાદન પર આધારિત આજીવિકા ધરાવતા ખેડૂતો માટે આ પ્રોજેકટ જીવાદોરી સમાન બની જાય છે. આ પ્રોજેક્ટ હેઠળ વધુ ચેકડેમ બનાવવા, સિંચાઈ ચેનલો અને પરંપરાગત વોટર બોડીમાંથી કાંપ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે, જળ સંચયની જરૂરિયાત અંગે જાગૃતિ લાવવામાં આવી હતી. પ્રોજેક્ટ સંચયમાં ખેડૂતોના સામાન્ય જ્ઞાન સાથે આધુનિક તકનીકોનો ઉપયોગ કરી કાયમી ઉકેલ લાવવા પ્રયાસ થયો હતો.

50 દિવસમાં 100 તળાવ

1980માં એર્નાકુલમ ખાતે લગભગ 3000 તળાવો હતા. 2016માં આ સંખ્યા ઘટીને 700 થઈ ગઈ હતી. તે સમયે ભયંકર દુષ્કાળે જિલ્લા પર ગંભીર અસર પાડી હતી. ત્યારબાદના વર્ષે રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે લોકો સામે વધુ પડકાર ઉભા થયા હતા. ત્યારે જિલ્લા કલેક્ટર કે.મોહમ્મદ વાય. સફિરુલ્લા દ્વારા 50 દિવસમાં 100 તળાવ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેકટ અંગે લોકોના અભૂતપૂર્વ સમર્થનથી તેઓ 43 દિવસમાં જ આ ટાર્ગેટ હાંસલ કરી શક્યા હતા. આ જિલ્લામાં 60 દિવસમાં 163 તળાવો સાફ કરાયા હતા. ખેતી ઉપરાંત કપડાં ધોવા જેવા ઘરના કેટલાક કામ માટે પણ તળાવના પાણીનો ઉપયોગ કરી શકાય છે. આવી યોજના દેશભરમાં લાગુ કરવામાં આવે તો સારા પરિણામો મેળવી શકાય છે.

આ પણ વાંચો - Digital Health ID Card: ઘરે બેઠા આ રીતે બનાવો તમારું કાર્ડ, જાણો તેનાથી શું ફાયદા થશે

જીવિકા પ્રોજેકટ

આવી જ બીજી એક યોજનાનું નામ જીવિકા યોજના છે. આ યોજના ઉધમપુરમાં છે. ઉધમપુર કૃષિ આધારિત જિલ્લો છે અને 80 ટકા લોકો ખેડૂત છે. આ પ્રોજેક્ટ થકી પ્લાસ્ટિકના તળાવમાં પાણી બચાવવાનો પ્રયાસ થયો છે. આ તળાવો જળ સંચય માળખા તરીકે કાર્ય કરે છે અને ટપક સિંચાઈ પ્રણાલી તમામ ખેડૂતોને પાણી પૂરું પાડે છે.

અહીં નોંધનીય છે કે, સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપણી સામૂહિક જવાબદારી છે. જ્યાં ઇચ્છા શક્તિ હોય ત્યાં માર્ગ મળી જાય તે વાતની આ બધા પ્રોજેક્ટ્સ સાક્ષી પૂરે છે. નાગરિકો આદરપૂર્ણ જીવન જીવી શકે તે માટે ન્યૂઝ18 અને હાર્પિક ઇન્ડિયાના મિશન પાની અભિયાનમાં જળ સંરક્ષણ અને જાહેર સ્વચ્છતાના બે ઉદ્દેશો સમાયેલા છે.આ અભિયાનમાં જોડવા માટે https://www.news18.com/mission-paani/ પર ક્લિક કરો
First published:

Tags: Mission Paani, Water project, ચોમાસુ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો