Home /News /national-international /શેરમાર્કેટમાં રોકાણ કરો છો, તો આવી લાલચમાં ન આવતા નહિતર થશે મોટું નુકસાન

શેરમાર્કેટમાં રોકાણ કરો છો, તો આવી લાલચમાં ન આવતા નહિતર થશે મોટું નુકસાન

ઝરોધાના સંસ્થાપક નિતિન કામતે રોકાણકારોને કેટલીક મહત્વની ટિપ્સ આપી હતી.

ટ્રેડિંગ એપ ઝરોધાના સંસ્થાપક નિતિન કામતે કહ્યું છે કે લોકોએ એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સથી પ્રભાવિત ન થવું જોઈએ કે જે પોતાનો માર્કેટ-ટૂ-માર્કેટ(એમ2એમ) પ્રોફિટ બતાવીને યુવાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કામતે કહ્યું કે લાલચમાંથી બહાર આવવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. હાલ ઘણા ટ્રેડિંગ કે બજારમાં રોકાણ કરનાર ઘણા લોકો પોતાના ડિમેટ એકાઉન્ટનો પ્રોફિટને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યાં છે અને તેની પર લાઈક્સ અને કમેન્ટ્સ આવી રહ્યાં છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ટ્રેડિંગ એપ ઝરોધાના સંસ્થાપક નિતિન કામતે કહ્યું છે કે લોકોએ એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સથી પ્રભાવિત ન થવું જોઈએ કે જે પોતાનો માર્કેટ-ટૂ-માર્કેટ(એમ2એમ) પ્રોફિટ બતાવીને યુવાઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. કામતે કહ્યું કે લાલચમાંથી બહાર આવવું એ ખૂબ જ મુશ્કેલ કામ છે. હાલ ઘણા ટ્રેડિંગ કે બજારમાં રોકાણ કરનાર ઘણા લોકો પોતાના ડિમેટ એકાઉન્ટનો પ્રોફિટને સોશિયલ મીડિયા પર મૂકી રહ્યાં છે અને તેની પર લાઈક્સ અને કમેન્ટ્સ આવી રહ્યાં છે.

    કામતે એક ટ્વિટમાં આ ઈન્ફ્લુએન્સર્સને લઈને આ વાત કહી. એક ટ્વીટનો જવાબ આપતા તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આ ખોટા દાવાઓ પર વિશ્વાસ કરવા જેટલો ભોળો હોય તો તેણે એક યા બીજી રીતે નુકસાન સહન કરવું પડશે. જાગૃતિ ફેલાવવવી તે એકમાત્ર આનો ઉપાય છે. મુંબઈના એક વેપારી દર્શન મહેતાએ તેમને સોશિયલ મીડિયા પર પૂછ્યું કે શું ઝરોધા નકલી M2M સ્ક્રીનશૉટ્સને શેર થતા રોકવા માટે કંઈ કરી શકે છે કારણ કે તેમાંના મોટા ભાગના Zerodha એપ્લિકેશનના જ હોય છે.

    આ લોકો કોણ છે?

    મેં તમને અગાઉ જણાવ્યું કે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ છે, જે તેમને પ્રોફિટ્સ બતાવીને પોતાના એકાઉન્ટ પર વધુમાં વધુ ફુટફોલ લાવે છે. તેમને આ નકલખોરીની જરૂરિયાત માત્ર આ કામ માટે જ હોતી નથી. આ લોકો પોતાના સ્ક્રીનશોર્ટથી લોકોને પ્રભાવિત કરે છે, જેથી તેમના ટ્રેનિંગ કે મેન્ટરશીપ પ્રોગ્રામમાં લોકો આવે. કામતે કહ્યું છે કે ટ્રેડિંગ દ્વારા પૈસા કમાવવા સરળ હોતા નથી અને કોઈ બીજાની ટ્રીકને ફોલો કરીને કમાણી કરવી તો લગભગ અશક્ય છે.

    આ પણ વાંચોઃ તહેવારો સમયે જ મોર્ગન સ્ટેનલીએ શેરબજાર માટે આપી ખુશખબરી! રુપિયા તૈયાર રાખજો

    ઓપ્શન્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ સેન્સિબુલના સીઈઓ અને કો-ફાઉન્ડર આબિદ હસને કહ્યું છે કે તેમની ટીમ આ સમસ્યા પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે તેની પર કામ ચાલી રહ્યું છે અને ઝડપથી તેને લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મ પર જરોધા, અપસ્ટોક્સ, એન્જલ, આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ, 5paisa અને આઈઆઈએફએલને સામેલ કરવામાં આવશે.

    બજારમાં આવ્યા નવા ટ્રેડર્સનું પૂર

    છેલ્લા થોડા વર્ષમાં બજારમાં નવા ટ્રેડર્સની પુર આવ્યું છે. કોવિડ-19 ફેલાયા પછી જ્યારે લોકોને ઘરે સમય મળ્યો તો તેમણે તે સમયનો ઉપયોગ શેર માર્કેટમાં પૈસા લગાવવા માટે કર્યો. ભારતમાં કુલ 10 કરોડ ડીમેટ એકાઉન્ટ ખુલી ગયા છે, જેમાંથી 20 લાખ તો ગત મહિને સપ્ટેમ્બરમાં ખુલ્યા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Hot stocks, IT Stocks, Stock market

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन