નવી દિલ્હી: દેશના ટોચના ડોક્ટર્સ એકમ, ઈંડિયન મેડિકલ એસોસિએશને આજે દેશવાસીઓને અપીલ કરી છે કે, તેઓ તાત્કાલિક પ્રભાવથી કોવિડથી સંબંધિત યોગ્ય વ્યવહારનું પાલન કરે. એક એડવાઈઝરી જાહેર કરીને IMAએ સંભવિત કોવિડના પ્રકોપને દૂર કરવા માટે જરુરી પગલાની યાદી જણાવી છે. જેમાં જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાત પહેરવું, સામાજિક અંતર જાળવવું, સાબુ અને પાણી અથવા સેનેટાઈઝરથી નિયમિત રીતે હાથ ધોવાનું સામેલ છે.
IMAએ જાહેર સમારંભ જેવા કે લગ્ન, રાજકીય અથવા સામાજિક બેઠકો અને આંતરરાષ્ટ્રીય યાત્રાથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે લોકોને તાવ, ગળામાં ખરાશ, ખાંસી, લૂઝ મોશન વગેરે કોઈ પણ લક્ષણ મામલે ડોક્ટરનો સંપર્ક કરવા અને ફટાફટ બૂસ્ટર ડોઝ સહિત રસીકરણની અપીલ કરી છે.
કહેવાયું છે કે, અલગ અલગ દેશોમાં કોવિડના કેસોમાં અચાનક વધારાને જોતા, ઈંડિયન મેડિકલ એસોસિએશને જનતાને તાત્કાલિક પ્રભાવથી કોવિડના યોગ્ય વ્યવહારોનું પાલન કરવા માટે એલર્ટ અને અપીલ કરી છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સંયુક્ત રાજ્ય અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશોમાં લગભગ 5.37 લાખ નવા કેસો આવ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 145 નવા કેસો આવ્યા છે, જેમાંથી ચાર નવા વેરિએન્ટ જે હાલમાં ચીનમાં હાહાકાર મચાવી રહ્યા છે, તે બીએફ.7ના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર