Home /News /national-international /Jyotir Peeth Shankaracharya: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યોતિર્પીઠના તો સદાનંદ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય ઘોષિત

Jyotir Peeth Shankaracharya: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યોતિર્પીઠના તો સદાનંદ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય ઘોષિત

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી - ફાઇલ તસવીર

Jyotir Peeth Shankaracharya: બદ્રીનાથની જ્યોતિર્પીઠના આગામી શંકરાચાર્ય તરીકે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે પૂર્વ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા હતા.

    મધ્ય પ્રદેશઃ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી જ્યોર્તિપીઠના શંકરાચાર્ય અને સદાનંદ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય બનશે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દ્વારકાની શારદાપીઠ અને બદ્રીનાથની જ્યોર્તિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વારૂપાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થયા હતા. ત્યારે આજે આગામી શંકરાચાર્ય વિશે જાહેરાત કરવામાં આવી છે.

    શારદાપીઠ અને જ્યોતિર્પીઠના શંકરાચાર્ય બ્રહ્મલીન


    દ્વારકાના શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થયું છે. મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત જ્ઞોતેશ્વર પરમહંસી ગંગા આશ્રમમાં તેમણે રવિવારે બપોરે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે 99 વર્ષીય શંકરાચાર્ય છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા. હમણાં 2 સપ્ટેમ્બરે તેમણે 99મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે દ્વારકાની શારદાપીઠ અને જ્યોર્તિમઠ બદ્રીનાથના શંકરાચાર્ય હતા. શંકરાચાર્યએ રામ મંદિર નિર્માણ માટે લાંબી કાયદાકીય લડાઈ લડી હતી અને સ્વતંત્રતાની લડતમાં પણ ભાગ લીધો હતો.

    આ પણ વાંચોઃ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન

    સ્વરૂપાનંદ સરસ્વતીજીને ભૂસમાધિ અપાઈ


    જગતગુરુ શંકરચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું શનિવારે મધ્યપ્રદેશમાં નિધન થયું હતું. તે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત જ્ઞોતેશ્વર આશ્રમમાં જ રહેતા હતા. દ્વારકા અને જ્યોર્તિમઠના શંકરાચાર્યના અંતિમ સંસ્કાર તેમના જ આશ્રમમાં થશે. કારણ કે તેઓ ટોચના સાધુ-સંત હતા. તેના પગલે હિન્દુ પરંપરા અનુસાર તેમને ભૂ-સમાધિ આપવામાં આવી છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Madhya pradesh news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन