Home /News /national-international /

2019માં દરરોજ 381 લોકોએ કરી આત્મહત્યા, આ 5 રાજ્યોમાં 50% કેસઃ NCRB ડેટા

2019માં દરરોજ 381 લોકોએ કરી આત્મહત્યા, આ 5 રાજ્યોમાં 50% કેસઃ NCRB ડેટા

NCRBના ડેટા મુજબ, 100 લોકોમાં 70.2% પુરુષ અને 29.8% મહિલાઓએ આત્મહત્યા કરી. (પ્રતીકાત્મક તસવીર)

NCRBના ડેટા મુજબ, 100 લોકોમાં 70.2% પુરુષ અને 29.8% મહિલાઓએ આત્મહત્યા કરી, આત્મહત્યાના 32.4% કેસોની પાછળ પારિવારિક વિવાદ

    નવી દિલ્હીઃ રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના આંકડા અનુસાર ભારતમાં 2019માં દરરોજ સરેરાશ 381 લોકોએ આત્મહત્યા (Suicide) કરી. આ રીતે આખા વર્ષમાં કુલ 1,39,123 લોકોએ પોતાનો જીવ લઈ લીધો. NCRBના આંકડાઓ અનુસાર, 2018ની તુલનામાં 2019માં આત્મહત્યાના મામલામાં 3.4%ની વૃદ્ધિ થઈ છે. ગયા વર્ષે જ્યાં 1,39,123 લોકોએ આત્મહત્યા કરી હતી, તો 2018માં 1,34,516 લોકોએ અને 2017માં 1,29,887 લોકોએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનાના 49.5 ટકા કેસ માત્ર પાંચ રાજ્યમાં, 50.5 ટકા કેસ 24 રાજ્ય અને 7 કેન્દ્રશાસિત પ્રદશોમાં સામે આવ્યા છે.

    ન્યૂઝ એજન્સી PTI મુજબ, ભારતમાં પ્રતિ એક લાખ વસ્તી પર આત્મહત્યાનો દર 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકાનો વધારો નોંધાયો છે. શહેરોમાં આત્મહત્યાનો દર 13.9 ટકા રહ્યો, બીજી તરફ સમગ્ર દેશમાં આત્મહત્યાનો દર 10.4 થી ઘણો વધારે છે. 2017માં 1,29,887, જ્યારે 2018માં 1,34,516 આત્મહત્યા નોંધવામાં આવી હતી. આત્મહત્યાનો દર (એક લાખની વસ્તી પર)માં પણ 2018ની તુલનામાં આ વર્ષે 0.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

    વર્ષ 2019માં સૌથી વધુ આ રાજ્યોમાં નોંધાઈ આત્મહત્યા

    રાજ્ય/ આત્મહત્યા/કુલ કેસની ટકાવારી

    મહારાષ્ટ્ર/ 18,916/13.6%
    તમિલનાડુ/ 13,493/ 9.7%
    પ. બંગાળ/ 12,665/ 9.1%
    મધ્ય પ્રદેશ/ 12,457/ 9.0%
    કર્ણાટક/ 11,288/ 8.1%

    આ પણ વાંચો, India-China Rift: ચીનનો LAC પર ઘૂસણખોરીનો દાવ ઊંધો પડ્યો, ભારતીય સેનાએ મજબૂત કરી લીધી પોઝિશન

    100 લોકોમાં 70.2% પુરુષ અને 29.8% મહિલાઓ

    NCRBના ડેટા મુજબ, 100 લોકોમાં 70.2% પુરુષ અને 29.8% મહિલાઓએ આત્મહત્યા કરી. ફાંસીથી 53.6 ટકા, ઝેર ખાઈને 25.8 ટકા, ડૂબવાથી 5.2 ટકા અને આત્મદાહ કરીને 3.8 ટકા લોકોએ આત્મહત્યા કરી.

    આ પણ વાંચો, જેલમુક્ત થયા બાદ ડૉ. કફીલે કહ્યું- ઉત્તર પ્રદેશના રાજા કરી રહ્યા છે બાળહઠ

    આત્મહત્યાના 32.4% કેસોની પાછળ પારિવારિક વિવાદ: NCRBના ડેટા મુજબ, તેમાંથી આત્મહત્યાના 32.4% કેસો પાછળ પારિવારિક વિવાદ કારણ હતા. 5.5% આત્મહત્યાની પાછળ લગ્ન અને 17.1% આત્મહત્યા પાછળ બીમારી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: NCRB, આત્મહત્યા, ગુનો, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन