Kavach Safety System: 160ની સ્પીડથી આમને-સામને આવી 2 ટ્રેન, જોકે ‘કવચે’ ટકરાવાથી બચાવ્યા, જુઓ Video
Kavach Safety System: 160ની સ્પીડથી આમને-સામને આવી 2 ટ્રેન, જોકે ‘કવચે’ ટકરાવાથી બચાવ્યા, જુઓ Video
આ ડેમો સિકંદરાબાદ પાસે સાઉથ સેન્ટ્રલ રેલવેએ સંતનગરથી લિંગમપલ્લી વચ્ચે કર્યો હતો
Indian Railway - આ દરમિયાન એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)અને બીજી ટ્રેનમાં રેલવે બોર્ડના ચેરમેન અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા
નવી દિલ્હી : આજે નેશનલ સેફ્ટી ડે (National Safety Day)ના દિવસે ભારતીય રેલવેએ (Indian Railway)‘કવચ’સુરક્ષા સિસ્ટમનો (Kavach Safety System) ડેમો કર્યો હતો. જે પુરી રીતે સફળ થયો છે. રેલવેએ પોતાની સેફ્ટી સિસ્ટમનો ડેમો કરવા માટે 160 કિલોમીટર પ્રતિ કલાકની ફુલ સ્પીડ પર બે ટ્રેનોને આમને સામને લાવી હતી. આ ડેમો દરમિયાન કવચે બીજા એન્જીનથી 380 મીટરની દૂરી પર જ ટ્રેન પોતાની રીતે ઉભી રહી ગઈ હતી.
આ ડેમો સિકંદરાબાદ પાસે સાઉથ સેન્ટ્રલ રેલવેએ સંતનગરથી લિંગમપલ્લી વચ્ચે કર્યો હતો. આ દરમિયાન એક ટ્રેનમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)અને બીજામાં રેલવે બોર્ડના ચેરમેન અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ બે ટ્રેનોને પાયલટે બ્રેક લગાવીને રોકી ન હતી પણ રેડિયો કમ્યુનિકેશનથી ઓટો બ્રેકિંગથી ટેસ્ટિંગ કરી હતી. કવચ એક ઓટોમેટિક ટ્રેન્સ પ્રોટેક્શન સિસ્ટમ છે. રેલવેમાં લાંબા સમયથી આવી સુરક્ષાની જરૂરત હતી. જોકે હવે બ્રોડ ગેજ લાઇન પર લેવલ ક્રોસિંગ ખતમ કરીને ત્યાં ફાટક કે rob/ rub (ટ્રેકની ઉપર કે નીચે રસ્તો કરી દીધો છે) બનાવી દીધી છે. જોકે ટ્રેનોની ઝડપ 160 કરવાના લક્ષ્યને પુરી કરવા માટે આ જરૂરી હતું. જે ટ્રેન આગળ પાછળથી પણ ના ટકરાઇ શકે.
આ કવચ સિસ્ટમને સાઉથ સેન્ટ્રલ રેલવેમાં 1200 કિલોમીટર એરિયામાં લગાવવામાં આવશે. પછી દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રુટ પર લાગશે. જેથી ટ્રેનની સ્પીડને વધારી શકાય. આ પછી રેલવેના બધા વ્યસ્ત રુટ પર લગાવવામાં આવશે. કવચ એક ભારતીય ટેકનિક છે અને મેક ઇન ઇન્ડિયા (Make in India )પર આધારિત છે. તેમાં રેલવેના RDSO નો મોટો રોલ છે. સ્પેન, ઓસ્ટ્રિયા સહિત ઘણા દેશોમાં ટ્રેન દુર્ઘટના રોકવા માટે આવી ટેકનિક અપનાવવામાં આવી છે. જોકે તે ઘણી મોંઘી છે. જ્યારે કવચ સસ્તી છે અને રેલવેનો આ પ્લાન આગળ તેને બીજા દેશોમાં એક્સપોર્ટ કરવાનો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર