VIDEO: કોલીજીયન યુવતીની છેડતી કરી રિક્ષાચાલકે 500 મીટર ઢસડી, CCTV માં કેદ થઈ ઘટના
થાણેમાં બની નિંદનીય ઘટના
થાણેમાં એક 21 વર્ષીય કોલેજની વિદ્યાર્થીનીની ઓટોરિક્ષા ચાલકે કથિત રીતે છેડતી કરી તેણીને રિક્ષાથી ઢસડીને નરાધમ ઓટો ડ્રાઈવર નાસી ગયો હતો. જુઓ ઘટનાનો CCTV VIDEO
થાણે: મહારાષ્ટ્રના થાણે શહેર (Thane City)માં શુક્રવારે એક 21 વર્ષીય કોલેજની વિદ્યાર્થીનીની ઓટોરિક્ષા ચાલકે કથિત રીતે છેડતી કરી (College Girl Molested By Auto Driver) હતી અને તેને રિક્ષાથી ઢસડીને લઈ ગયો હતો. આ ઘટનાના કારણે ચકચાર મચી જવા પામી છે.
સિનિયર ઇન્સ્પેક્ટર જયરાજ રાણાવરેના જણાવ્યા મુજબ ઓટો ડ્રાઇવરે તેના વિશે કેટલીક કમેન્ટ્સ કરી હતી. જ્યારે યુવતીએ તે અંગે તેને પૂછ્યૂ ત્યારે તેણે તેનો હાથ પકડી લીધો અને તેને ખેંચી (Dragged For 500 Meters) ઢસડી હતી.
500 મીટર સુધી મહિલાને ઢસડી
અધિકારીએ જણાવ્યા અનુસાર, આ ઘટના પછી જ્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ તેનો હાથ છોડ્યો નહીં. જ્યારે તેણે થ્રી-વ્હીલર ચલાવવાનું શરૂ કરી દીધું, ત્યારે પણ તેણીએ રીક્ષા ચાલકનો હાથ પકડી રાખ્યો હતો. મહિલા વાહન સાથે લગભગ 500 મીટર સુધી ઢસડાઇ હતી અને નીચે પડી ગઈ હતી. જેના પગલે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો.
શુક્રવારે સવારે 6.45 વાગ્યાની આસપાસ શહેરમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો ત્યારથી તે વાયરલ થઇ રહ્યો છે. ફરિયાદના આધારે, કલમ 354 (કોઈપણ મહિલા પર તેની મર્યાદાને ઠેસ પહોંચાડવા માટે તેના પર હુમલો અથવા ગુનાહિત રીતે બળનો ઉપયોગ કરવો) અને ભારતીય દંડ સંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટનાને પગલે આરોપીને શોધવા માટે ટીમો બનાવવામાં આવી છે. ઓટોરિક્ષા ચાલક હાલ ફરાર છે.
થોડા સમય પહેલા દિલ્હીમાં પણ આવી ઘટના બની હતી. 30 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ ઓટો ડ્રાઇવર દ્વારા સગીરાની છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. લાજપત નગરના સેન્ટ્રલ માર્કેટમાં તેની માતા પાસે આવવા માટે યુવતી પાસે સાકેતની તેની સ્કૂલમાંથી ઓટો-રિક્ષા હતી. મુસાફરી દરમિયાન ડ્રાઇવરે સગીર વિદ્યાર્થીની પર અશ્લીલ ટિપ્પણી કરી હતી અને તેની છેડતી કરતી વખતે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
આ બનાવ સમયે લાજપત નગર મેટ્રો સ્ટેશન પાસે પહોંચીને પીડિતા ગમે તેમ કરીને ડ્રાઇવરના સકંજામાંથી ભાગવામાં સફળ રહી અને ત્યારથી ડ્રાઇવર પણ ફરાર થઇ ગયો હતો. પોલીસે સાકેત પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર