Home /News /national-international /

વિયેનામાં પણ મુંબઇ જેવો જ આતંકી હુમલો, 11 નવેમ્બર સુધી ભારતમાં તેનું દૂતાવાસ રહેશે બંધ

વિયેનામાં પણ મુંબઇ જેવો જ આતંકી હુમલો, 11 નવેમ્બર સુધી ભારતમાં તેનું દૂતાવાસ રહેશે બંધ

વિયેના અટેક

આ આતંકી હુમલામાં 7 લોકોની મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

    ઓસ્ટ્રિયામાં મુંબઇની જેવા જ આતંકી હુમલા પછી ભારતમાં તેનું દૂતાવાસ 11 નવેમ્બર સુધી બંધ રહેશે. આ જાણકારી ઓસ્ટ્રિયાના દૂતાવાસે આપી છે. સુરક્ષા કારણોના લીધે હાલ આમ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં બંદૂકધારીઓએ સોમવારે સાંજે લોકડાઉન લાગુ થવા પહેલા બહાર ફરી રહેલા લોકો પર અંધાધૂધ ફાયરિંગ કર્યું છે. આ આતંકી હુમલામાં સાત લોકોની મોત અને 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓસ્ટ્રિયાના ચાંસલર સેબસ્ટિયન કુર્જે કહ્યું કે મને આ જણાવતા ખુશી થઇ રહી છે અમારી પોલીસે એક હુમલો કરનારને મારી નાંખ્યો છે.

    તેમણે કહ્યું, અમે તેવું ક્યારેય નહીં થવા દઇએ કે આતંકી અમને ડરાવે. અમે દરેક રીતે આ હુમલાથી લડીશું. પોલીસે જણાવ્યું કે શહેરના એક રસ્તા પર રાતે 8 વાગ્યા પછી અચાનક ગોળીઓ ચાલવા લાગી. છ અલગ અલગ જગ્યા પરથી ગોળીબારીની ઘટનાઓ સામે આવી છે.



    ઓસ્ટ્રિયાના ટોચના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે આમાં અનેક બંધૂકધારી આતંકી સામેલ છે. અને પોલીસ આ પર એક્શન લઇ રહી છે. ગૃહ મંત્રી કાર્લ નેહમ્મરે સરકારી પ્રસારક ઓઆરએફને જાવ્યું કે આ એક આતંકી હુમલો લાગી રહ્યો છે.
    આ ઘટનાના પ્રત્યક્ષદર્શી રબ્બી હોફમિસ્ટરે જણાવ્યું કે રસ્તામાં બાર પર બેઠેલા એક વ્યક્તિને ગોળી મારી દીધી. તેણે કહ્યું કે અમારી બિલ્ડિંગની બહાર ઓછામાં ઓછી 100 ગોળીઓ ચલાવવામાં આવી છે. તેણે કહ્યું કે તમામ બારની બહાર ખુરશી ટેબલ મુકવામાં આવ્યા હતા. આ લોકડાઉન લાગુ થવા પહેલાની સાંજ હતી.


    લોકડાઉન પછી એક મહિના સુધી તમામ હોટલ અને બાર બંધ રહેવાના હતા આજ કારણે લોકોની ભીડ પણ અહીં વધારે હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં થયેલા આ આતંકી હુમલાની નીંદા કરતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત વિયેનાની સાથે છે. અને તેમણે પીડિત પરિવારો માટે સાંત્વના પણ વ્યક્ત કરી હતી.

    નોંધનીય છે કે આ આંતકી હુમલો અનેક રીતે મુંબઇ હુમલા જેવા હતો.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: આતંક, આતંકી, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन