Home /News /national-international /VIDEO: ન હોય! ખેડૂતનો દીકરો લઈ આવ્યો ઓસ્ટ્રેલિયન લાડી, હવે ખેતરમાં કરે છે ખેતી

VIDEO: ન હોય! ખેડૂતનો દીકરો લઈ આવ્યો ઓસ્ટ્રેલિયન લાડી, હવે ખેતરમાં કરે છે ખેતી

ઓસ્ટ્રેલિયન વાઈફ કરે છે ખેતી

Australian Woman Married To Indian Man: સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ એક video માં એક યુવાનની ઓસ્ટ્રેલિયન પત્ની તેની સાથે ખેતરમાં ખેતી કરતી દેખાઈ હતી જે જોઈ લોકોને નવાઈ લાગી હતી.

હરિયાણા: પ્રેમને સરહદો નથી નડતી. આજના આધુનિક યુગમાં સરહદ પાર પાર્ટનર સાથે લગ્ન કર્યા હોય એવા અનેક કિસ્સા છે. ભારતના યુવાનો સાથે પણ ઘણી વિદેશી મહિલાઓ લગ્ન કર્યા છે અને અહીં જ સ્થાયી થઈ છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતા ઘણી વિદેશી મહિલાઓને ખૂબ જ ગમે છે. જેના કારણે તેઓ અહીં કાયમી વસી જાય છે અને પતિના કામમાં મદદ કરે છે. તેઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને જે રીતે સ્વીકૃત કરે છે તે જોઈને ઘણી ખુશી થાય છે.

ઓસ્ટ્રેલિયાની પત્ની અને હરિયાણવી પતિ

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થયો છે. જેમાં ઓસ્ટ્રેલિયાની પત્ની ભારતમાં કઈ રીતે પોતાના હરિયાણવી પતિ (Haryanvi Husband)ને કામમાં મદદ કરે છે તે જોઈ શકાય છે.

પતિને ખેતરમાં મદદ કરે છે

આ વિડીયો હરિયાણાનો છે. જ્યાં ઓસ્ટ્રેલિયાની કર્ટની(Courtney) નામની મહિલા પતિ લવલીનને ખેતરમાં મદદ કરતી નજરે પડે છે. આ વિડીયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. વિડીયોમાં મહિલાને ઘાસની ગાંસડી ઉપાડતી જોઈ શકાય છે. તે ખેતરના રસ્તે જઈ રહી છે.






મને મારું નસીબ મળી ગયું:  લવલીન 

આ વિડીયો લવલીને પોસ્ટ કર્યો છે અને વિડીયોમાં તે કર્ટનીને ઘાસની ગાંસડી ઉપાડવામાં મદદ કરી રહ્યો હોવાનું જોઈ શકાય છે. બાદમાં તે ગાંસડી ઉપાડી રાખે છે. આ વિડીયો લવલીન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, મને મારું નસીબ મળી ગયું.

ભારતીય સંસ્કૃતિ ખૂબ જ ગમે છે

પોતાના લગ્ન અંગે લવલીન વત્સે જણાવ્યું હતું કે, ધો. 12 બાદ તે સ્ટડી વિઝા પર વધુ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. પછી તે ત્યાં રહેવા લાગ્યો હતો. આ દરમિયાન 2013માં લવલીને કર્ટની સાથે લગ્ન કર્યા હતા. કર્ટનીએ કહ્યું કે તેને ભારતીય સંસ્કૃતિ ખૂબ જ ગમે છે. કોર્ટની ઘણી બધી ભારતીય વાનગીઓ બનાવવાની રિત પણ જાણે છે. તે થોડું ઘણું હિન્દી પણ બોલી શકે છે.

આ પણ વાંચો: લે પંગા! સાડી પહેરીને મહિલાઓ ઓલિમ્પિકમાં રમી કબડ્ડી, વિશ્વાસ ન થાય એવો VIDEO

વિડીયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઇક્સ મળી

અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે અને કોમેન્ટ સેક્શનમાં લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને બંનેને જીવનમાં પ્રેમ અને ખુશી આપે.



એક યુઝરે મજાક કરતા લખ્યું કે, સાચું કહે જે ભાઈ, તું અંગ્રેજો પાસે બદલો લઈ રહ્યો છે ને. અન્ય એક યુઝરે કોર્ટનીની પ્રશંસા કરતા લખ્યું છે કે, યાર, આ જોડી ખૂબ સરસ છે. ગામમાં આવતાં જ તેણે માથે ઘાસની ગાંસડી મૂકી દીધી.
First published:

Tags: Australia, Farmers News, Haryana News, Husband Wife Relation, Indians, ખેડૂત, હરિયાણા

विज्ञापन