'કાશ્મીરમાં બે મહિના સુધી બંધક બનાવી રોજ મારા પર બળાત્કાર થયો', મહિલા સી સર્ફરના પુસ્તકથી ખળભળાટ

News18 Gujarati
Updated: July 10, 2020, 4:42 PM IST
'કાશ્મીરમાં બે મહિના સુધી બંધક બનાવી રોજ મારા પર બળાત્કાર થયો', મહિલા સી સર્ફરના પુસ્તકથી ખળભળાટ
કેરમને ગ્રીનટ્રી

મને જબરદસ્તી મુસ્લિમ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો : કેરમન ગ્રીનટ્રી

  • Share this:
કાશ્મીર (Jammu and kashmir) અત્યારે કલમ 370ની નાબુદી બાદ ભારતનો ભાગ બની ગયું છે. પરંતુ જ્યારે કાશ્મીર ભારતનો ભાગ નહોતું ત્યારે કાશ્મીરની ખીણમાં અનેક અપ્રકાશિત ઘટનાઓ ઘટી છે. જોકે, આ ઘટનામાં એક એવી ઘટના ઉમેરાઈ છે જેના કારણે દેશ શર્મશાર થયો છે. દરિયામાં સર્ફિંગ કરવા માટે સમગ્ર વિશ્વમાં જેનું નામ હતું તેવી ઑસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ સી સર્ફર કેરમન ગ્રીનટ્રીના (Australian sea surfer carmen greentree) દાવાથી સમગ્ર જગતમાં ખળભળાટ મચી ગયો છે.

કેરમને દાવો કર્યો ચે કે વર્ષ 2004માં જ્યારે તે ભારતના પ્રવાસે આવી હતી ત્યારે એક બોટહાઉસના (Houseboat) માલિકે કાશ્મીરમાં તેને બંધક બનાવી લીધી હતી અને સતત 2 મહિના સુધી રોજ તેના પર પાશવી બળાત્કાર (Raped) ગુજાર્યો હતો. તે વ્યક્તિએ તેનો ધર્મ પરિવર્તન કરી અને જબરદસ્તી ઇસ્લામ (Islam) કબુલ કરાવવાનો દાવો પણ કર્યો છે. કેરમને જણાવ્યું કે ત્યારે તેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી.

ધ સનના અહેવાલ મુજબ કેરમને પોતાની એક ચોપડીમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેના ઉલ્લેખ બાદ હાહાકાર મચી ગયો છે. અહેવાલ મુજબ તે વર્ષ 2004માં કાશ્મીર પ્રવાસે આવી હતી અને ત્યારે કાશ્મીર ગઈ હતી. હોટલના લોકોની સલાહ મુજબ તે હાઉસબોટમાં રોકાવા માટે ગઈ હતી જ્યાં તેની મુલાકાત બોટહાઉસના માલિક સાથે થઈ હતી. કેમરનના દાવા મુજબ તે બોટમાંથી રોકાણ કરી અને પરત હિમાચલના ધર્મશાળા જવા માટે બસ પકડવા જઈ રહી હતી ત્યારે બોટહાઉસના માલિકે તેને પકડી લીધી હતી અને તેને બંધક બનાવી અને લઈ ગયો હતો. તેને કેટલાય દિવસો સુધી બંધક બનાવી રાખી અને તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો.

રેપ થયો અને મુસલમાન બનાવવાની કોશિષ થઈ : ગ્રીનટ્રી

37 વર્ષની કેરમને પોતાના પુસ્તક 'અ ડેન્જરસ પરસુઇટ'માં લખ્યું છે કે મને એવું લાગ્યું કે હું ક્યારેય આ બોટમાંથી બહાર આવી નહીં સકું. એ વ્યક્તિ રોજ કેટલીય વાર મારો બળાત્કાર કરતો હતો. મેં ગણતરી છોડી દીધી હતી કે મારી સાથે કેટલી વાર બળાત્કાર થયો છે. મને તેના મિત્રોની વાતચીત સાંભળતા લાગ્યું કે એ લોકોએ બીજી પણ કેટલીક છોકરીઓને બંધક બનાવી હતી. '

આ પણ વાંચો :  Vikas Dubey Encounter: જ્યારે ગુજરાત પોલીસની ગોળીએ નામચીન ગુંડા લતીફ અને રાજુ રિસાલદારનું એન્કાઉન્ટર થયુંત્રણ સંતાનોની માતા આગળ દાવો માંડતા લખે છે કે 'એક દિવસ એ વ્યક્તિ અંગ્રેજીમાં લખેલું કુરાન લઈ આવ્યો અને મને જબરદસ્તી વાંચવા માટે કહ્યું. આ ઉપરાંત મને જબરદસ્તી પાંચ ટાઇમ નમાઝ પઢાવી. મને જબરદસ્તી હિજાબ પહેરવા માટે મજબૂર કરી. એક વાર મેં ભાગવાની કોશિષ કરી તો બોટને ભારતીય સેનાના જવાનોની તહેનાતીના એરિયામાં લગાડી દીધી. જેથી હું ભાગવાની કોશિષ કરું તો સેના મને આતંકવાદી સમજીને ઠાર મારે.'

કેવી રીતે જીવ બચ્યો

કેરમન જણાવે છે એ વખતે મેં વતન વાપસીની આશા છોડી દીધી હતી. દરમિયાન એક મિત્રએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પરત ન આવવા પર તેમણે ઑસ્ટ્રેલિયન દૂતાવાસનો સંપર્ક કર્યો. લોકો મને શોધી રહ્યા હતા. તેવામાં મારા મિત્રએ મને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. મેં તેમની પાસે પૈસા મંગાવવાના બહાને વાત વાતમાં મારા લોકેશનની જાણ કરી દીધી. ત્યારબાદ પોલીસે હાઉસબોટ પર રેડ કરી અને મને રેસ્ક્યૂ કરી.'

આ પણ વાંચો :   સુરત : CA યુવતીના આપઘાતનો મામલો, પંછીલાને મજબૂર કરનારા 3 વ્યક્તિ વિરુદ્ધ 'દુષ્પ્રેરણા'નો ગુનો નોંધાયો

કેરમનનના મતે ત્યારબાદ એ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી પરંતુ પુરાવાના અભાવે તે 6 મહિનામાં છુટી ગયો. દરમિયાન કેરમન ખૂબ ગભરાઈ ગઈ હતી અને ભારતમાં એક પણ દિવસ વિતાવવા ન માંગતી હોવાથી તેણે કોર્ટ કેસ લડવાનો ઇન્કાર કરી દીધો હતો
Published by: Jay Mishra
First published: July 10, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading