કોરોનાવાયરસ : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકની મોટી શોધ, બહુ ઝડપથી દવા શોધાશે

News18 Gujarati
Updated: January 29, 2020, 2:42 PM IST
કોરોનાવાયરસ : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકની મોટી શોધ, બહુ ઝડપથી દવા શોધાશે
ફાઇલ તસવીર

પ્રથમ વખત ચીન બહાર વિકસિત કરવામાં આવેલા આ વાયરસની માહિતી બહુ ઝડપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આપવામાં આવશે.

  • Share this:
સિડની : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે જીવલેણ કોરોનાવાયરસ (Coronavirus)ની વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા મેળવ્યાનો દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે તેમણે ચીન બહાર એક સેમ્પલ તૈયાર કર્યું છે, જેનાથી બહુ ઝડપથી કોરોનાવાયરસની દવા મળી શકશે. ચીનમાં હાલ કોરોનાવાયરસનો પ્રકોપ ફેલાયો છે. શ્વાસ સાથે જોડાયેલી બીમારીથી ચીનમાં અત્યાર સુધી 132 લોકોનાં મોત થઈ ચુક્યા છે. આશરે છ હજાર જેટલા લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

મેલબોર્નમાં ધ ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટે (The Doherty Institute) બુધવારે જણાવ્યું કે એક દર્દીના સેલ કલ્ચર (તપાસ) દરમિયાન કોરોના વાયરસનું સેમ્પલ વિકસિત કરવામાં આવ્યું છે. પ્રથમ વખત ચીન બહાર વિકસિત કરવામાં આવેલા આ વાયરસની માહિતી બહુ ઝડપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આપવામાં આવશે.

પ્રાકૃતિક વાતાવરણ બહાર જે વાયરસ વિકસિત કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ એન્ટીબૉડી તપાસ વિકસિત કરવા માટે કરવામાં આવે તવી શક્યતા છે. જેનાથી એ દર્દીઓમાં પણ વાયરસની તપાસ કરી શકાશે, જેઓ લક્ષણ નજરે નહીં પડતા વાયરસની ઝપેટમાં આવી ગયાની વાતથી અજાણ છે.

વાયરસ આઇડેન્ટિફિકેશન લેબના હેડ જુલિયન ડ્રૂસે કહ્યુ કે, 'ચીનના અધિકારીઓએ આ કોરોનાવાયરસનું જે સમૂહ જાહેર કર્યું છે, જે આ રોગની ઓળખ કરવામાં ઉપયોગી સાબિત થાય છે. જોકે, અસલી વાયરસ હોવાનો મતલબ એવો થાય છે કે હવે તમામ સ્તરની ખરાઈ કરવાની ક્ષમતા આવી ગઈ છે, જે આ રોગની સારવારમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. કોરોનાવાયરસની ઓળખ અને તેની સારવાર માટે આ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.'

ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે 5,974 લોકોને કોરોનાવાયરસનો ચેપ લાગી ચુક્યો છે. વાયરસને કારણે થતાં ન્યૂમોનિયાના 31 કેસ મંગળવાર સુધી સામે આવ્યા છે. સરકારી એજન્સી શિન્હુઆના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 132 લોકોનાં વાયરસને કારણે મોત થયા છે. તેમણે કહ્યુ કે મંગળવાર સુધી હુબેઈ પ્રાંતમાં કોરોનાવાયરસને કારણે 125 લોકોનાં મોત થયા છે, જ્યારે 3554 લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

ચીને હજુ સુધી બીજા કોઈ પણ દેશની લેબ સાથે વાયરસનું સેમ્પલ શેર નથી કર્યું. જોકે, ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક બહુ ઝડપથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ અંગેની જાણકારી આપશે.
First published: January 29, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading