વૈજ્ઞાનિકોએ ખેતરમાં ઉગાડ્યો રંગીન કપાસ, ત્વચા અને પર્યાવરણ માટે અનુકૂળ

વૈજ્ઞાનિકોએ ખેતરમાં ઉગાડ્યો રંગીન કપાસ, ત્વચા અને પર્યાવરણ માટે અનુકૂળ
ફાઇલ તસવીર.

વૈજ્ઞાનિકોનો દાવો છે કે રંગીન કપાસના વિકાસ પછી કપડાંને રાસાયણિક રંગોથી રંગવાની જરૂરિયાત નહીં (No Need to dye cotton with color) રહે.

 • Share this:
  કેનબેરા : શું તમે ક્યારેય રંગીન કપાસ (Colour Cotton) વિશે સાંભળ્યું છે? નહીં જ સાંભળ્યું હોય! તો કંઈક આવા જ સમાચાર સામે આવ્યા છે. ઔસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ રંગીન કપાસ તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે રંગીન કપાસના વિકાસ પછી કપડાંને રાસાયણિક રંગોથી રંગવાની જરૂરિયાત નહીં (No Need to dye cotton with color) રહે. આ કપાસને તૈયાર કરનાર વૈજ્ઞાનિકોની ટીમના પ્રમુખ કોલિન મેકમિલને (Kailyn McMillan) કહ્યુ કે અમે અલગ અલગ રંગના છોડના ટિશ્યૂ વિકસિત કર્યાં છે. અમે આને ખેતરમાં ઉગાડી શકીશું. અમે એવો પ્રાકૃતિક કપાસ તૈયાર કરી રહ્યા છીએ જેના દોરાથી બનેલ કપડામાં ગડી નહીં પડે. આ કપાસથી તૈયાર કરવામાં આવેલા કપડાં સ્ટ્રેચેબલ (ખેંચવાથી કપડું લાંબું થાય તેવા) હશે. આનાથી સિન્થેટિક કપડાંનો ઉપયોગ ઓછો કરવામાં મદદ મળશે.

  આ રંગીન કપાસને તૈયાર કરનાર કૉમનવેલ્થ સાઇન્ટિફિક એન્ડ ઇન્ટસ્ટ્રિયલ રિસર્સ ઑર્ગેનાઇઝનેશનનું કહેવું છે કે અમારા વૈજ્ઞાનિકોને કપાસમાં આણવિક રંગના જિનેટિક કોડને મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે.  એક કિલો કાપડ રંગવા 1000 લીટર પાણી બરબાદ થાય છે

  સંશોધક ટીમે જણાવ્યું કે દુનિયામાં અત્યારે 60 ટકાથી વધારે પોલિએસ્ટર કપડાંનું નિર્માંણ થાય છે. આ કપડાં 200 વર્ષ સુધી નષ્ટ નથી થતાં. આ સાથે જ એક કિલો કાપડને રંગવા માટે હજારો લીટર પાણીનો વ્યય કરવો પડે છે. હવે આ કપાસથી બનેલા દોરાને રંગવાની જરૂર નહીં પડે. આ કપડું શરીર અને પર્યાવરણ બંને માટે અનુકૂળ રહેશે.

  આ પણ વાંચો : કાળા ઘઉંનું વાવેતર કરીને ખેડૂત થયો માલામાલ

  કોલિન મેકમિલને કહ્યુ કે અમે કપાસના આણવિક જિનેટિક કલર કોડને એ પ્રકારે રોપિત કર્યાં કે છોડ જાતે જ અલગ અલગ કરલનું રૂ પેદા કરશે. અમે તમાકુના છોડ પર આનો પ્રયોગ કર્યો ત્યારે તેના પાંદડા પર અલગ અલગ રંગના ધબ્બા નજરે પડ્યાં હતાં. જે બાદમાં અમને કપાસ પર આનો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. આ શોધ દુનિયાની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં મોટું પરિવર્તન લાવી શકે છે. તેમણે કહ્યુ કે અત્યારે અમે જે ફાઇબર તૈયાર કરી રહ્યા છીએ તે બાયોડિગ્રેબલ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું છે પરંતુ રંગીન નથી.

   

  વીડિયોમાં જુઓ : વધુ એક જૈન મુનિ વિવાદમાં આવ્યા

  ભારતમાં રંગીન કપાસને લઈને અનેક પ્રયોગ થઈ ચુક્યા છે. વૈજ્ઞાનિકોને ભૂરા, લીલા સહિત બીજા રંગનો કલર મેળવવામાં સફળથા મળી હતી. નોર્ધર્ન ઇન્ડિયા ટેક્સટાઇલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રંગીન કપાસની 15 પેટન્ટ પણ મેળવી છે.
  First published:June 29, 2020, 13:16 pm

  टॉप स्टोरीज