ઓસ્ટ્રેલિયાના PMએ શેર કર્યા 'ચટણી સાથે સમોસા', પીએમ મોદી બોલ્યા 'આ તો સ્વાદિષ્ટ લાગી રહ્યા છે'

News18 Gujarati
Updated: May 31, 2020, 3:33 PM IST
ઓસ્ટ્રેલિયાના PMએ શેર કર્યા 'ચટણી સાથે સમોસા', પીએમ મોદી બોલ્યા 'આ તો સ્વાદિષ્ટ લાગી રહ્યા છે'
ઓસ્ટ્રેલિયન પીએમની સમોસા સાથેની તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર એ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન ના એ ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે સમોસાની તસવીર ટ્વીટ કરી છે.

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર (Narendra Modi)એ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન (Scott Morrison)ના એ ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપી છે જેમાં તેમણે સમોસાની તસવીર ટ્વીટ કરી છે. વડાપ્રધાન મોદીએ મોરિસનના ટ્વીટ ઉપર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે 'હિન્દ મહાસાગર સાથે જોડાયેલા, ભારતીય સમોસા ભારતીય સમોસાથી મળતો આવે છે. વડાપ્રધાન મોરિસન આ સ્વાદિષ્ટ લાગી રહ્યાં છે.' વડાપ્રધાને લખ્યું કે, 'જ્યારે આપણે covid-19 સામે નિર્ણાયક જીત મેળવી લેશે. ત્યારબાદ એક સાથે સમોસાનો આનંદ લઈશું.' તમારી સાથે ચાર તારીખે અમારા વીડિયોની રાહ છે.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ટ્વીટમાં લખ્યું છે કે 'કેરીની ચટણીની સાથે સંડે સમોસા. આ સપ્તાહમાં તેમની સાથે વીડિયો મીટિંગ થનારી છે. તેઓ શાકાહારી છે એટલે હું તેમની સાથે શેર કરવાનું પસંદ કરીશ.'4 જૂને પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ વચ્ચે થશે મીટિંગ
મોરિસનના ટ્વીટને અત્યાર સુધીમાં 39,000થી વધારે લાઈક્સ આવી ચૂકી છે. મોરિસનના ટ્વીટનો જવાબમાં ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે 'મિશલિન સ્ટાર માટે પોતાનું નામ પ્રસ્તાવિત કરવું જોઈએ.' ઉલ્લેખનીય છેકે બંને દેશોના વડાપ્રધાન વચ્ચે 4 જૂન વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક થનારી છે. જેમાં આર્થિક અને રણનીતિક ક્ષેત્રોમાં સંબંધો વધારે મજબૂત થવાની આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોવિડ-19નું પહેલું દ્વિપક્ષીય શિખર સમ્મેલન હશે. શિખર સમ્મેલન માટે જાન્યુઆરીમાં ભારત આવનારા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પોતાના દેશના મોટા ભાગને તબાહ કરનાર વિનાશકારી બુશફાયરના કારણે પોતાની યાત્રાને રદ્દ કરવી પડી હતી. ભારતીય વિદેશમંત્રીના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું હતું કે, મેમાં આ યાત્રાનું આયોજન બનાવવામાં આવી રહી હતી. પરંતુ આ શિખર સમ્મેલ હવે 4 જૂને થશે.

આશા છે કે બંને દેશ શિખર સમ્મેલન દરમિયાન અલ્ટર્નેટિવ સપ્લાઈ ચેનને બનાવવા ઉદેશ્યથી મિલિસ્ટ્રી લોજિસ્ટક ફેસેલિટી અન્ય સમજૂતી કરાર માટે પારસ્પરિક પહોંચ માટે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કરશે.
First published: May 31, 2020, 3:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading