Home /News /national-international /10 ફૂટના અજગરે 5 વર્ષના છોકરાને જકડી લઈ સ્વિમિંગ પૂલમાં પડતાં 76 વર્ષના દાદાએ જીવ બચાવ્યો

10 ફૂટના અજગરે 5 વર્ષના છોકરાને જકડી લઈ સ્વિમિંગ પૂલમાં પડતાં 76 વર્ષના દાદાએ જીવ બચાવ્યો

10 ફૂટનો અજગર

ઓસ્ટ્રેલિયામાં એક બેહદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજગરે 5 વર્ષના નાના બાળક પર હુમલો કર્યો. એટલું જ નહીં, આ અજગરે બાળકના પગ પકડી લીધા અને પછી નજીકના સ્વિમિંગ પુલમાં કૂદી ગયો. બાદમાં ખૂબ જ મુશ્કેલીથી બાળકના 76 વર્ષના દાદા અને તેના પિતાએ મળીને તેનો જીવ બચાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અજગર બાળકની લંબાઈ કરતા ત્રણ ગણો મોટો હતો.

વધુ જુઓ ...
    ઓસ્ટ્રેલિયામાં એક બેહદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક અજગરે 5 વર્ષના નાના બાળક પર હુમલો કર્યો. એટલું જ નહીં, આ અજગરે બાળકના પગ પકડી લીધા અને પછી નજીકના સ્વિમિંગ પુલમાં કૂદી ગયો. બાદમાં ખૂબ જ મુશ્કેલીથી બાળકના 76 વર્ષના દાદા અને તેના પિતાએ મળીને તેનો જીવ બચાવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અજગર બાળકની લંબાઈ કરતા ત્રણ ગણો મોટો હતો.

    છોકરાના પિતાએ સ્થાનિક રેડિયો સ્ટેશનને જણાવ્યું કે, તેમનો પુત્ર બ્યુ બ્લેક ઘરે સ્વિમિંગની મજા માણી રહ્યો હતો. દરમિયાન તે સ્વિમિંગ પૂલ પાસે ઉભો હતો. એટલામા ત્યાં 10 ફૂટ લાંબા અજગરે બાળક પર હુમલો કર્યો. તેના પિતા બેને શુક્રવારે બનેલી ઘટના વિશે મેલબોર્ન રેડિયો સ્ટેશન 3AWને કહ્યું- 'અમે તે અજગરનું લોહી સાફ કર્યું, જેનાથી અમને ખ્યાલ આવી ગયો કે બાળક મરશે નહીં કારણકે તે અજગર ઝેરી નથી. મારા પુત્ર માટે બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. અજગરે ફક્ત બાળકને જકડી લઈને સ્વિમિંગ પુલમાં પોતાની સાથે લઈને કૂદી પડ્યો હતો. તેણે બાળકને કોઈપણ પ્રકારનો દંશ દીધો ન હતો.'

    અજગર હુમલો કરવા માટે પહેલાંથી જ તૈયાર હતો.


    બાળકનો પરિવાર ન્યુ સાઉથ વેલ્સના દરિયાકાંઠાના શહેર બાયરન બેમાં રહે છે. તેના પિતાએ જણાવ્યું કે, તેમનો પુત્ર સ્વિમિંગ પૂલ પાસે રમી રહ્યો હતો. તેણે કહ્યું, નજીકની ઝાડીમાં અજગર છુપાયેલો હતો. એવું લાગતું હતું કે તે પહેલેથી જ કોઈ પર હુમલો કરવા તૈયાર હતો. થોડી જ સેકન્ડોમાં અજગરે મારા પુત્રના પગ જકડી લીધા હતા.

    દાદાએ બાળક માટે છલાંગ લગાવી


    અજગરે જેવું જ બાળકને પકડીને પાણીમાં નાંખ્યો કે તરત જ 76 વર્ષના દાદા એલન પૂલમાં કૂદી પડ્યા. બેને જણાવ્યું કે, બાદમાં બંનેએ મળીને 15-20 સેકન્ડમાં જ બાળકને અજગરના ચુંગાલમાંથી બચાવી લીધો. આ પછી બેને લગભગ 10 મિનિટ સુધી અજગરને પકડી રાખ્યો અને તેને ફરી જંગલમાં છોડતા પહેલાં તેના બાળક અને પિતાને શાંત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ બાળકને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
    First published:

    Tags: Australia, Snake, Viral news, અજગર

    विज्ञापन
    विज्ञापन