ખિચોખિચ ભરેલી બસમાં કપલ શારીરિક સંબંધ બાંધી રહ્યું હતું, અરેસ્ટ વૉરન્ટ જાહેર

News18 Gujarati
Updated: November 28, 2019, 8:56 AM IST
ખિચોખિચ ભરેલી બસમાં કપલ શારીરિક સંબંધ બાંધી રહ્યું હતું, અરેસ્ટ વૉરન્ટ જાહેર
પ્રતીકાત્મક તસવીર

માનસિક રીતે અસ્વસ્થ પુરુષ મિત્ર સાથે બસની છેલ્લી સીટમાં શારીરિક સંબંધ બાંધતી મહિલા પકડાઈ ગઈ

  • Share this:
કૅનબેરા : ઑસ્ટ્રેલિયા (Australia)ના ન્યૂ સાઉથ વેલ્સમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં પ્રવાસીઓથી ભરેલી બસમાં પાછળની સીટ પર એક મહિલા પોતાના મિત્રની સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી. ત્યારબાદ કોર્ટે મહિલા વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જાહેર કરી દીધું. જોકે, મહિલાના મિત્ર વિશે એવો દાવો કરવામાં આવ્યો કે તેનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી, જેના કારણે તેના પરથી આરોપ હટાવી લેવામાં આવ્યા છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, 31 વર્ષીય મહિલા વંડર ફ્રેન્ચ પર આરોપ છે કે બસમાં પોતાના મિત્રની સાથે શારીરિક સંબંધ બાંધી રહી હતી. 26 નવેમ્બરે ફ્રેન્ચને ન્યૂકેસલની એક કોર્ટમાં તેને સજા ફટકારવામાં આવનારી હતી પરંતુ તે કોર્ટ ન પહોંચી. ત્યારબાદ કોર્ટે તેની વિરુદ્ધ અરેસ્ટ વૉરન્ટ જાહેર કરી દીધું.

ફ્રેન્ચને દોષી કરાર કરાઈ

જોકે, વકીલે કહ્યુ કે, ફ્રેન્ચને કોર્ટ આવવા માટે કહ્યુ હતું. બીજી તરફ, પોલીસ તરફથી કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કરવા અને તેમની સાથે ગેરવર્તન કરવાનાા મામલામાં ફ્રેન્ચને દોષી કરાર કરાઈ છે. આ ઘટના આ જ વર્ષે 29 માર્ચની છે જ્યારે ફ્રેન્ચ 24 વર્ષીય યુવક રેયાન જોન્સની સાથે શારીરિક સંબંધ બાંધતા પકડાઈ ગઈ હતી.

ફ્રેન્ચે કોર્ટ કાર્યવાહી દરમિયાન પોતાના પર લાગેલા આરોપોને સ્વીકાર કરી લીધો હતો. આ મામલામાં બસના ડ્રાઇવરે પણ કહ્યુ હતું કે, તેણે મિરરમાં બંનેની અશ્‍લીલ હરકતો જોઈ. ત્યારબાદ સ્ટૉપ પર બસ રોકાઈ તો ડ્રાઇવરે કપલને કહ્યું કે તેઓ બસમાંથી ઉતરી જાય. પરંતુ બંનેએ ડ્રાઇવરની વાત ન માનતાં તેની સાથે ખરાબ વર્તન કર્યુ હતું.

આ પણ વાંચો,સ્કૂલના કબાટમાં છુપાવ્યો હતો કૅમેરો, મિત્રએ બનાવી સેક્સ ટેપ
સબરીમાલા મંદિરમાં પ્રવેશનો પ્રયાસ કરી રહેલી મહિલા કાર્યકર પર મિર્ચી સ્પ્રેથી હુમલો
First published: November 28, 2019, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading