જેલીફિશે 13000 લોકોને દંખ મારતા આ દેશનાં બિચો બંધ કરવા પડ્યા!

News18 Gujarati
Updated: January 7, 2019, 2:58 PM IST
જેલીફિશે 13000 લોકોને દંખ મારતા આ દેશનાં બિચો બંધ કરવા પડ્યા!
ગયા વર્ષ કરતા આ વર્ષે જેલીફિશ કરડવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે

ગયા વર્ષ કરતા આ વર્ષે જેલીફિશ કરડવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ઓસ્ટ્રેલિયના દરિયાકાંઠે રમણીય બિચો પર એક વિચિત્ર ઘટના બનવા પામી છે. બિચો પર મોજ મજા કરવા આવતા હજારો પ્રવાસીઓને બ્લુ બોટલ જેલીફિશે દંખ મારતા અફરાતફરી મચી ગઇ છે. કેમ કે, આ જેલીફિશે 2600 જેટલા લોકોને દંખ માર્યા છે.

ઓસ્ટ્રેલિયાનાં ક્વિન્સલેન્ડ રાજ્યનાં દરિયાકાંઠે આવેલા બિચો પર આ ઘટના બની છે. સર્ફ લાઇફ ક્વિવ્સલેન્ડનાં જણાવ્યા અનુસાર, 2600થી વધુ લોકોને આ જેલીફિશ કરડતા તેમને સારવાર આપવામાં આવી હતી. આ જેલીફિલ કરડે તો પીડા બહુ થાય છે પણ તેના કરડવાથી માણસ મરી જતો નથી.

ઓસ્ટ્રેલિયાનાં દરિયાકાંઠે અસામાન્ય પવન ફૂંકાતા દરમિયામાં રહેતી બ્લ્યુ બોટલ જેલીફિશ કાંઠે બિચ પર આવી ગઇ હતી અને ત્યાં મજા કરી રહેલા પ્રવાસીઓને કરડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં 13,000 લોકોને જેલીફિશ કરડી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે જેલીફિશ કરડવાની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે.

એક અહેવાલ મુજબ, મોટાભાગનાં આ કિસ્સાઓ ક્વિન્સલેન્ડનાં ગોલ્ડ કોસ્ટ અને સનસાઇન કોસ્ટ વિસ્તારમાં બની છે.

આ જેલીફિશ લોકોને પાણીમાં પણ કરડી શકે છે અને રેતીમાં પણ કરડી શકે છે.આટલી મોટી માત્રામાં લોકોને જેલીફિશ કરડવાની ઘટના બનતા આ વિસ્તારોમાં આવેલા બિચોને બંધ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે. આ એક અસામાન્ય ઘટના કહી શકાય.
First published: January 7, 2019, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading