Home /News /national-international /ઓસ્ટ્રેલિયાએ આપી કોવેક્સિનને મંજુરી, મુસાફરો કરી શકશે યાત્રા

ઓસ્ટ્રેલિયાએ આપી કોવેક્સિનને મંજુરી, મુસાફરો કરી શકશે યાત્રા

આ દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકારે ભારત બાયોટેક(bharat biotech) ને મુસાફરી માટે કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપી

Covaxin in Australia: ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, આજે થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA)એ કોવેક્સીન(covaxin)રસીને "માન્યતા" આપવાનો નિર્ણય લીધો છે. ૧૨ વર્ષ કે તેથી વધુ વયના મુસાફરો દેશમાં પ્રવેશ મેળવી શકશે. વિભાગે અહેવાલ આપ્યો છે કે TGAએ તાજેતરમાં રસી સંબંધિત વધારાની માહિતી મેળવી હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: વિશ્વભરમાં હાલમાં કોરોના વાયરસ (corona virus) સામે લડવા માટે વેક્સિન (corona vaccine)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભારતમાં કોવેક્સીન (covishield), સ્પુટનિક વી (Sputnik V) અને કોવિશિલ્ડ (covishield) રસી આપવામાં આવી રહી છે.

આ સિવાય બીજી ઘણી રસીઓ છે જેની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે, સ્વદેશી રસી કોવેક્સીન (covaxin)ને હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. કંપનીએ એપ્રિલમાં ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ માટે અરજી કરી હતી.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયન સરકારે ભારત બાયોટેક(bharat biotech) ને મુસાફરી માટે કોવેક્સિન રસી લેવાની મંજૂરી આપી (Australia recognises Covaxin) છે. ઓસ્ટ્રેલિયાના ભારતમાં હાઈ કમિશનર બેરી ઓ ફેરલે સોમવારે આ ખુલાસો કર્યો હતો. જે ભારતીયે રસી મેળવી છે તેને નવી પરવાનગી બાદ મંજૂરી(Covaxin in Australia) આપવામાં આવશે.

આ પણ વાંચો: ઇઝરાયલની સડકો પર બાળકો સહિત સૌ બની ગયા ‘ઝોમ્બી’, જુઓ ભયાનક video

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયન સરકારના આરોગ્ય વિભાગે સોમવારે જણાવ્યું હતું કે આજે થેરાપ્યુટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશનએ કોવેક્સિન રસીને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા પર BJPનો પલટવાર,’ગુજરાતને નહીં, કોંગ્રેસ કેમ તુટે છે તે જુઓ’

વિભાગના આ નવા નિર્ણય બાદ કોવેક્સિન મેળવનાર મુસાફરને સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કરવા અંગે વિચારણા કરવામાં આવશે. ૧૨ વર્ષ કે તેથી વધુ વયના મુસાફરો દેશમાં પ્રવેશ મેળવી શકશે. વિભાગે અહેવાલ આપ્યો છે કે, ટીજીએએ તાજેતરમાં રસી સંબંધિત વધારાની માહિતી મેળવી હતી.

આ પણ વાંચો: સગીર રેપ પીડિતાની હત્યા કરી લાશ ઝાડ પર લટકાવી, ઈન્સ્પેક્ટર સહિત ત્રણ સસ્પેન્ડ

આ દરમિયાન ટીજીએએ ચીનની ફાર્મા કંપની સિનોફોર્મ દ્વારા તૈયાર કરવામાં આવેલી બીબીઆઈબીપી-કોરવી(BBIBP-CorV)ને પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં, સરકારી એજન્સીની માન્યતા પ્રાપ્ત રસી સૂચિમાં કોર્મિનાટી (ફાઇઝર), વેક્સજૈવ્રિયા (એસ્ટ્રાઝેનેકા), કોવિશીલ્ડ (એસ્ટ્રાઝેનેકા), સ્પાઇકવેક્સ (મોર્ડના), જૈનસેન (જ્હોન્સન એન્ડ જ્હોન્સન), કોરોનાવેક (સિનોવૈક)ના નામ શામેલ છે.
First published:

Tags: Corona latest news, COVAXIN, કોરોના વાયરસ