ઈદથી વધારે ‘ઔરંગજેબ’ની રાહ જોઇ રહ્યો હતો. 15 વર્ષનો આસિમ

ફાઇલ તસવીર

આખી દુનિયા શનિવારે ઈદની ઉજવણી કરી રહી હતી પરંતુ એક ઘર એવું પણ હતું કે, ઈદથી વધારે કોઇ વ્યક્તિની રાહ જોવાઇ રહી હતી.

 • Share this:
  ઋતુરાજ ત્રિપાઠી

  આખી દુનિયા શનિવારે ઈદની ઉજવણી કરી રહી હતી પરંતુ એક ઘર એવું પણ હતું કે, ઈદથી વધારે કોઇ વ્યક્તિની રાહ જોવાઇ રહી હતી. જમ્મુ-કાશ્મીરમાં રહેનારા 15 વર્ષનો આસિમ કેટલાક મહિનાઓથી ઈદની રાહ જોતો હતો કારણ કે તેનો ભાઇ ઔરંગજેબ ભેટ લઇને આવવાનો હતો.

  આસિમના મિત્રોના જણાવ્યા પ્રમાણે તેને ઈદની ઓછી પણ ઔરંગજેબની વધારે રાહ જોઇ હતી. પરંતુ જ્યારે રાહનો અંત આવવાનો સમય થયો ત્યારે ભેટની જગ્યાએ આખા ઘરમાં માતમ છવાઇ ગયો હતો. કારણ કે તાબૂતમાં શહીદ ઔરંગજેબનો મૃતદેહ આવ્યો હતો.

  આસિમને હવે ભેટ નથી જોઇતી એને તો માત્ર તેનો ભાઇ જોઇએ છે. આસિમે જણાવ્યું હતું કે, ઔરંગજેબે વાયદો કર્યો હતો કે, તે નવા કપડા, ગિફ્ટ અને ક્રિકેટ બેટ લઇને આવશે. પરંતુ આ વખતે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે મને ગળે પણ ન લગાવ્યો. તે તાબૂતમાં હતો. મને કોઇ ગિફ્ટ નથી જોઇતી, બસ મારો ભાઇ પાછો આપો.

  આસિમે પોતાના ભાઇ ઔરંગબેજ સાથે એ સમયે પણ વાત કરી હતી જ્યારે આતંકવાદીઓએ તેનુ અપહણ કરી રહ્યા હતા. આસિમે કહ્યું કે, ઔરંગજેબ જ્યારે પૂંચ આવી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ થયું હતું. મે ફોન ઉપર અવાજ સાંભળ્યો હતો કે, કોઇએ તેને રોક્યો હતો. મને લાગ્યું કે ઔરંગજેબને કોઇ ચેક પોસ્ટ ઉપર રોક્યો હશે. હું ન્હોતો જાણતો કે આતંકવાદીઓ મારા ભાઇનું અપહરણ કરી રહ્યા છે.

  આસિમ સાથે થયેલી વાતના થોડા કલાક બાદ ઔરંગજેબની લાશ ગુસ્સુ ગામમાંથી મળી જે અપહરણની જગ્યાથી 10 કિલોમિટર દૂર હતી. આતંકવાદીઓએ તેને ગળા અને માથાના ભાગે ગોળી મારી હતી. શુક્રવારે વારયલ થયેલા વીડિયોમાં જણવા મળ્યું કે, ઔરંગજેબને ગોળી મારતા પહેતા આંતકવાદીઓએ તેની સાથે ઘાટીમાં ચાલી રહેલા સેનાના ઓપરેશન વિશે પૂછપરછ કરી હતી.

  શનિવારે સન્મામ પૂર્વક ઔરંગજેબને દફનાવામાં આવ્યો હતો. હજારો લોકોની ભીડ તેને અલવિદા કહેવા માટે આવી હતી. પરંતુ ઔરંગજેબનો પરિવાર હવે ન્યાય ઇચ્છે છે. તેમણે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકારને અપીલ કરી છે કે, ઘાટીમાં વહેલી તકે આતંકવાદીઓનો સફાયો કરવામાં આવે.

  24 વર્ષનો ઔરંગજેબ ભારતીય સેનાનો જવાન હતો. ગત સપ્તાહ આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું અને કેટલાક પ્રશ્નો પૂછ્યા બાદ તેની ગોળી મારીને હત્યા કરી હતી. ઔરંગજેબ જમ્મુ-કાશ્મીરનો જ હતો તે શોપિયામાં 44 રાષ્ટ્રીય રાયફલ્સ કેમ્પ શાર્દીમાર્ગ ઉપર ફરજ બજાવતો હતો.
  Published by:Ankit Patel
  First published: