મહારાષ્ટ્રમાં આ વખતે ગણેશ ઉત્સવમાં 4 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ, આ નિયમો પણ લાગુ

News18 Gujarati
Updated: July 11, 2020, 6:00 PM IST
મહારાષ્ટ્રમાં આ વખતે ગણેશ ઉત્સવમાં 4 ફૂટથી મોટી પ્રતિમા પર પ્રતિબંધ, આ નિયમો પણ લાગુ
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડલોમાં સામેલ લાલબાગચા રાજા આ વખતે ગણપતિ ઉત્સવ નહીં મનાવે.

  • Share this:
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Goverment)એ શનિવારે ગણેશ ઉત્સવને (Ganesh Festival)ને લઇને એસઓપી (SOP) જાહેર કર્યું છે. જે મુજબ પંડાલોને ચાર ફૂટ ઊંચી ગણેશ પ્રતિમા લાવવાની જ છૂટ મળશે. મહારાષ્ટ્ર હોમ ડિપાર્ટમેન્ટની તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ, ઘરમાં લાવવામાં આવતી ગણેશ પ્રતિમા 2 ફૂટથી વધુ મોટી ન હોવી જોઇએ. સાથે જ લોકોને ઘરમાં જ ગણેશ મહોત્સવ ઉજવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ કોઇને પણ પ્રતિમા ખરીદવી છે તો તેમને પર્યાવરણને અનુકૂળ માટીથી બનાવેલી મૂર્તિઓને પ્રાથમિકતા આપવી પડશે.

સરકારે કહ્યું કે કોરોના મહામારીના વધતા કહેરને લઇને ગણેશ મહોત્સવ એકદમ સાધારણ રીતે મનાવવામાં આવશે. ગણેશ મહોત્સવના પંડાલોમાં ગણેશ પ્રતિમાની ઊંચાઇ 4 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઇએ. સાથે જ આ વખતે ઘરની અંદર જ ગણેશ મહોત્સવનું આયોજન અને ઘરની અંદર વિસર્જન થાય તેવો પ્રયાસ કરવાની સૂચના આપવામાં આવી છે. અને જો આમ ન કરી શકો તો નજીકના કુત્રિમ તળાવમાં તેને વિસર્જન કરો. 2021ની માઘી ગણપતિ થી માઘી ગણપતિ સુધી વિસર્જન સ્થગિત કરવા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના બદલે રક્તદાન જેવી સામાજિક સેવાને પહેલ કરવાની વાત પણ કહેવાઇ છે.

આ પણ વાંચો : સેનાનો દાવો- LOC પર 250-300 આંતકીઓએ કર્યો છે જમાવડો, ધૂસણખોરીની કરી રહ્યા છે તૈયાર

કોરોના વાયરસની અસર આ વખતે ઉત્સવો પર પણ પડી છે. મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ ગણપતિ મંડલોમાં સામેલ લાલબાગચા રાજા આ વખતે ગણપતિ ઉત્સવ નહીં મનાવે. કોરોના મહામારીના કારણે લાલબાગચા ગણપતિ મંડળે આ નિર્ણય લીધો છે. આ વખતે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટથી શરૂ થશે. મંડલના અધિકારીઓનું કહેવું છે કે ગણપતિની લંબાઇ ઓછી નહીં કરી શકાય. જો નાની મૂતિ લાવીએ તો પણ બાપ્પાના દર્શન માટે ભીડ તો લાગશે. તેવામાં સુરક્ષાને ધ્યાનમાં લઇને લાલબાગચા રાજાએ ના કોઇ નાની મૂર્તિ અને ના જ વિર્સજનનો નિર્ણય લીધો છે. પછી કદાચ આ વખતે અન્ય મોટા પંડાલ પણ આ રસ્તે ચાલે તો નવાઇ નહીં.

વધુ વાંચો : જીવ બચાવીને હોંગકોંગથી અમેરિકા પહોંચેલી વાયરોલૉજિસ્ટે કહ્યું- ચીને છુપાવી છે Coronaની જાણકારી

લાલબાગચા મંડળે આ વખતે ગણપતિ ઉત્સવને આરોગ્ય ઉત્સવ તરીકે મનાવશે. અને તે બ્લડ ડોનેશન કેમ્પ લગાવશે. જેમાં પ્લાઝ્મા થેરેપીને પ્રમુખતા આપવામાં આવશે. સાથે જ કોરોનાથી મરનાર પોલીસકર્મીઓના પરિવારને પણ આ દ્વારા આર્થિક મદદ કરવામાં આવશે. લાલબાગચા રાજાના ગણેશોત્વ મંડળના સેક્રેટરી સુધીર સાલ્વીએ કહ્યું કે આ વખતે ગણેશ ઉત્સવના બદલે સીએમ રીલિફ ફંડમાં નાણાં દાન કરવા તથા એલઓસી અને એલએસી પર શહીદ થયેલા જવાનાનો પરિવારને મદદ કરવાની વાત કહી હતી.

આમ આ વખતે તે આ ઉત્સવ સાદગીથી ઉજવશે.
Published by: Chaitali Shukla
First published: July 11, 2020, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading