ગરીબરથ એક્સપ્રેસમાંથી ઉતારી દીધા 4 કોરોના શંકાસ્પદને, હાથમાં સિક્કા છતા કરી રહ્યા હતા યાત્રા

News18 Gujarati
Updated: March 18, 2020, 5:45 PM IST
ગરીબરથ એક્સપ્રેસમાંથી ઉતારી દીધા 4 કોરોના શંકાસ્પદને, હાથમાં સિક્કા છતા કરી રહ્યા હતા યાત્રા
પ્રતિકાત્મક તસવીર

આ તમામ 4 શંકાસ્પદના હાથમાં તેમને ઘરમાં જ રહેવા માટેની સલાહ સાથે સ્ટેમ્પ લગાવવામાં આવ્યા હતા - છતાં તે ટ્રેનમાં સફર કરી સૂરત જઈ રહ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં 42 લોકો કોરોના વાયરસ પોઝેટિવ છે. જેને કારણે મહારાષ્ટ્ર આવતી-જતી કેટલીક ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. આ બધા વચ્ચે મુંબઈથી દિલ્હી આવી રહેલી ગરીબરથ એક્સપ્રેસથી કોરોના વાયરસના 4 શંકાસ્પદ મુસાફરોને પાલઘર સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પશ્ચિમી રેલવે તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ તમામ 4 શંકાસ્પદના હાથમાં તેમને ઘરમાં જ રહેવા માટેની સલાહ સાથે સ્ટેમ્પ લગાવવામાં આવ્યા હતા. આ તમામ જર્મનીથી પાછા ફરી રહ્યા હતા. તેમના શરીરમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણોના કારણે તેમને 14 દિવસ ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. છતાં તે ટ્રેનમાં સફર કરી સૂરત જઈ રહ્યા હતા.

હાથમાં સ્ટેમ્પ લાગેલો હોવાના કારણે તેમની ઓળખ ટ્રેનમાં ટીટીઈએ કરી. ત્યારબાદ તેમને પાલઘર રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવ્યા. આ ચારેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ તેમને જિલ્લા હોસ્પિટલને સોંપી દેવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, પૂનામાં 28 વર્ષની એક મહિલા કોરોના વાયરસથી પોઝેટિવ મળી આવી છે. પોઝેટિવ મહિલા ફ્રાંસ અને નેધરલેન્ડની યાત્રા પર ગઈ હતી. આ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના વાયરસના 42 કેસની પુષ્ટી થઈ ચુકી છે. જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે આની પુષ્ટી કરતા કહ્યું કે, મહિલા 15 માર્ચે ભારત આવી હતી. તેને 17 માર્ચે અહીં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં થયું 1નું મોત
મંગળવારે મહારાષ્ટ્રમાં 64 વર્ષના એક વૃદ્ધનું મોત થયું હતું. ત્યારબાદ ભારતમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા હવે 3 થઈ ગઈ છે. પોઝેટિવ કેસની સંખ્યા વધવાના મામલાને જોતા બીએમસીએ સખત પગલા બરવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં રસ્તાઓ પર અથવા કોઈ પણ સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. તેના માટે માર્શલ રસ્તાઓ પર તકેદારી રાખશે.
First published: March 18, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading