Home /News /national-international /Jas Murder Case: CID જોઇને અચાનક આવ્યો કાકીને ગુસ્સો, પલંગ પર સૂતેલા ભત્રીજાનું ગળું દબાવીને કરી નાખી હત્યા

Jas Murder Case: CID જોઇને અચાનક આવ્યો કાકીને ગુસ્સો, પલંગ પર સૂતેલા ભત્રીજાનું ગળું દબાવીને કરી નાખી હત્યા

અંજલિએ પોલીસને આપ્યા છે. પોલીસને આપેલા નિવેદનમાં અંજલિએ ઘટનાના દિવસે શું થયું અને માસૂમનો જીવ કેવી રીતે લીધો તેની વિગતે જાણકારી આપી

Jas Murder Case in Haryana - જશની કાકીએ માસૂમનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારથી દરેક વ્યક્તિ એ જાણવા માંગતો હતા કે કાકી અંજલિની જશ સાથેની દુશ્મની શું હતી કે તેણે નિર્દોષની હત્યા કરી

ચંદીગઢ : હરિયાણામાં (Haryana)જશ નામના છોકરાની હત્યાએ (Jas Murder Case in Haryana) ભારે ચકચાર જગાવી છે. જશની હત્યા તેની જ કાકીએ નિર્દયતાથી (Aunty killed her nephew) કરી દેતા લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે. જશની કાકીએ માસૂમનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારથી દરેક વ્યક્તિ એ જાણવા માંગતો હતા કે કાકી અંજલિની જશ સાથેની દુશ્મની શું હતી કે તેણે નિર્દોષની હત્યા કરી હતી. શું આ કામ કરતી વખતે તેના હાથ એકવાર પણ ધ્રૂજ્યા ન હતા? હવે આ તમામ સવાલોના જવાબ ખુદ અંજલિએ પોલીસને આપ્યા છે. પોલીસને આપેલા નિવેદનમાં અંજલિએ ઘટનાના દિવસે શું થયું અને માસૂમનો જીવ કેવી રીતે લીધો તેની વિગતે (anjali describes how she planned the murder) જાણકારી આપી છે.

જશને બહુ પ્રેમ કરતી હોવાનું રટણ

પોલીસને આપેલા નિવેદનમાં કાકી અંજલીએ જણાવ્યું હતું કે, તે જશને ખૂબ જ પ્રેમ કરતી હતી. જશને કારની ગેમ ખૂબ જ પસંદ હતી તેથી તેણે તેના માટે ફોનમાં ગેમ પણ ડાઉનલોડ કરી હતી. ઘટનાના દિવસે જશની બહેન પણ તેની કાકી સાથે હતી, પરંતુ જશ ફોન પર કાર ગેમ રમતો હોવાથી તે તેના ઘરે જતી રહી હતી. અંજલિના જણાવ્યા મુજબ હત્યાના દિવસે ઘરનું કામ કરતી વખતે તેણે લોઅર શર્ચ પહેરી હતી. કામ કર્યા પછી ચેન્જ કરવા માટે તેણે રૂમ બંધ કર્યો અને જશ પણ ત્યારે ત્યાં જ ફોનમાં ગેમ રમી રહ્યો હતો.

ચેન્જ કર્યા બાદ તે બેડ પર સુતી અને CID જોવા લાગી. આ દરમિયાન તેના હાથમાં મોબાઇલ ચાર્જર હતું. સીરિયલ જોતા અચાનક જ તેને ગુસ્સો આવી ગયો અને ચાર્જરના કેબલથી મોબાઈલ જોઈ રહેલા જશનું ગળું દબાવવા લાગી હતી. અંજલિએ આવું કરતા જશે જોરથી બૂમ પાડી એટલે ડરી ગયેલી અંજલિએ ચાર્જરનો કેબલ ઢીલો મૂકી દીધો. પછી તેને ખ્યાલ આવ્યો કે હવે જશ ઘરે જઈને બધાને કહેશે કે કાકીએ આવું કર્યું છે. જ્યારે તે બધાને કહેશે ત્યારે વિકાસ અને પરિવારના અન્ય સભ્યો તેને મારશે. આવું વિચારીને ફરી એકવાર અંજલિએ ચાર્જરનો કેબલ ટાઇટ કરવાનું શરૂ કર્યું. આ વખતે તેણે જશના છેલ્લા શ્વાસ સુધી કેબલથી ગળું દબાવ્યું હતું.

આ પણ વાંચો - શરમજનક ઘટના: પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો

હવે રોઇ રહી છે પસ્તાવાના આંસૂ

અંજલિએ પોલીસને જણાવ્યું હતું કે જશની હત્યા કરવા બદલ હવે તેને ઘણો પસ્તાવો થઈ રહ્યો છે. તેણીને સમજાતું નથી કે તેના હાથથી આ બધું કેવી રીતે થઇ ગયું. લાંબા સમય સુધી અંજલિ જશની ડેડબોડીને બેડ પર મૂકીને જતી રહી હતી. તેને ખબર હતી કે રાજેશ અને જશના પરિવાર વચ્ચે સંબંધો ખરાબ છે એટલે તેણે જશની ડેડબોડી રાજેશની છત પર મૂકી દીધી હતી. અંજલિનું કહેવું છે કે જો તેના ઘરે સીડી હોત તો તેણે જશની લાશને પોતાની છત પર મૂકી દીધી હોત અથવા તો ડેડ બોડીને બેડની અંદર મૂકી દીધી હોત.

તે બેડ પર સંબંધીઓને કરાવ્યો નાસ્તો

અંજલિએ આ હત્યાને એટલી ઠોસ બનાવી દીધી હતી કે તેને કોઈ પણ પ્રકારનો ડર ન હતો. તેણે જશના સંબંધીઓને પણ એ જ બેડ પર બેસાડીને ચા-નાસ્તો કરાવ્યો હતો. અંજલિએ પોતાના ઘરના કોઈ પણ સભ્યને એ વાતની જાણ ન થવા દીધી કે તેણે આટલું મોટું પગલું ભર્યું છે. અંજલિએ પાડોશમાંથી સાંભળ્યું કે આરોપી ફિંગર પ્રિન્ટમાંથી પકડાઇ જશે, તેથી આના પર તે વારંવાર તેના પતિ વિકાસને કહી રહી હતી કે તેના ફિંગર પ્રિન્ટ આવશે. અંજલિ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી એટલે તેણે આ હત્યા કરી હશે એ વિશે કોઈને શંકા ન હતી.
Published by:Ashish Goyal
First published:

Tags: Haryana Crime, Haryana News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन