Home /News /national-international /

નવી આન્ટીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું

નવી આન્ટીને ભગાડીને લઈ ગયો ભત્રીજો, ઘણા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું

પીડિત અંકલે પોતાના ભત્રીજા સામે તેની પત્નીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ (Police complaint)નોંધાવી

rajasthan news- 19 વર્ષની આન્ટીને 24 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ થયો હતો

    જયપુર : રાજસ્થાનના (rajasthan)ભરતપુરમાં એક અજીબ કેસ સામે આવ્યો છે. જ્યાં ભત્રીજાને પોતાના નવી આન્ટી સાથે પ્રેમ (love story)થઇ ગયો હતો. પછી તક જોઈને બંને ઘરેથી ભાગી ગયા હતા. આ પછી પીડિત અંકલે પોતાના ભત્રીજા સામે તેની પત્નીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ (Police complaint)નોંધાવી છે.

    આન્ટીને લઇને ભાગ્યો ભત્રીજો

    આ ઘટના મથુરા ગેટ વિસ્તારની છે. જ્યાં કિશનપુર કોલોનીમાં એક યુવકના બે વર્ષ પહેલા લગ્ન થયા હતા. જોકે તેની 19 વર્ષની પત્નીને 24 વર્ષના ભત્રીજા સાથે પ્રેમ થયો હતો. ગત થોડા દિવસો પહેલા ભત્રીજો તેની આન્ટીને લઇને ફરાર થઇ ગયો છે. જેની શોધ બન્ને પરિવારો કરી રહ્યા છે.

    પીડિત વ્યક્તિએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેની પત્ની અને ભત્રીજો બંને ઘરેથી ફરાર થઇ ગયા હતા. જેમની શોધ કરવામાં આવી રહી છે. બંને સામે પોલીસ કેસ કરવામાં આવ્યો છે. પીડિતે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. બન્નેની ઘણી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે માન્યા ન હતા અને તક જોઈને ફરાર થઇ ગયા છે.

    આ પણ વાંચો - જે દિવસે વિદાય થવાની હતી બહેનની ડોલી, તે દિવસે ઘરે પહોંચી ભાઈની અર્થી

    આ મામલે પોલીસનું કહેવું છે કે કમલા નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેની વહુને તેનો પૌત્ર ભગાડી ગયો છે. બન્નેને ઘણા સ્થાનો પર શોધ કરી પણ કોઇ માહિતી મળી નથી. મથુરા ગેટ સ્ટેશનના એએસઆઈ રામવીર સિંહે જણાવ્યું કે ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને જલ્દી બન્નેને શોધી લેવામાં આવશે.

    2 પતિઓને છોડીને ત્રીજા સાથે રહેતી હતી મહિલા, પાર્ટનરે ઉતારી મોતને ઘાટ

    ગ્વાલિયર પોલીસે 35 વર્ષની મહિલાની હત્યાનો (Murder)કેસ ફક્ત 24 કલાકમાં ઉકેલી નાખ્યો છે અને આરોપીની પણ ધરપકડ કરી છે. મહિલાને તેના લિવ પાર્ટનરે જ મોતને ઘાટ ઉતારી છે. પહેલા 2 લગ્ન કરનાર મહિલા બંને પતિઓને છોડીને ત્રીજા વ્યક્તિ સાથે રહેતી હતી. મહિલાએ લિવ ઇન પાર્ટનરને ધમકાવીને બ્લેક મેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. રોજ રોજના બ્લેક મેલિંગથી કંટાળીને આરોપીએ હત્યા કરી દીધી હતી. પોલીસે તેને ગુજરાત ભાગતા પહેલા પકડી લીધો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Rajasthan news, પ્રેમ પ્રકરણ, રાજસ્થાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन