જયપુરઃ રાજસ્થાન (Rajasthan) માં ચાલી રહેલો રાજકીય ઘમાસાણ શાંત નથી થઈ રહ્યો. વાયરલ ઓડિયો ટેપ (Viral Audio Tape) મામલામાં ગજેન્દ્ર સિંહ, કૉંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભંવરલાલ શર્મા (Bhanwar Lal Sharma) અને કસ્ટડીમાં લેવામાં આવેલા સંજય જૈન (Sanjay Jain)ની વિરુદ્ધ રાજદ્રોહ (Sedition)ની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં અપરાધિક ષડયંત્ર રચવાની કલમો પણ લગાવવામાં આવી છે. અશોક રાઠોડ (એડીજી- એટીએસ અને એસઓજી)એ જણાવ્યું કે સામે આવેલી ઓડિયો ટેપને લઈ કૉંગ્રેસ નેતા મહેશ જોશી તરફથી બે ફરિયાદો મળી હતી. ત્યારબાદ કલમ 124(A) (રાજદ્રોહ) અને 120(B) (અપરાધિક ષડયંત્ર) હેઠળ બે FIR નોંધવામાં આવી છે. આ દરમિયાન આ ધારાસભ્યોની પૂછપરછ માટે રાજસ્થાનનું સ્પેશલ ઓપરેશન ગ્રુપ (SOG) દિલ્હી રવાના થઈ ગયું છે.
બીજી તરફ, મામલામાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતનું નામે સામે આવ્યા બાદ તેઓએ કહ્યું કે, તેઓ સંજય જૈનને જાણતા નથી. તેઓએ કહ્યું કે સંજય જૈન કોણ છે, હું તેમને ઓળખતો નથી, હું હજાર સંજય જૈને જાણું છું, તો આ કોણ છે ખબર નથી. આ ઉપરાંત શેખાવતે News18ને જણાવ્યું કે ઓડિયોમાં મારો અવાજ નથી, આ કોઈ નકલી ટેપ છે. તેઓએ કહ્યું કે હું કોઈ પણ તપાસ માટે તૈયાર છું.
There were two complaints from Mahesh Joshi (Congress leader), it is with respect to the audio that went viral yesterday. We registered 2 FIRs under section 124A and 120B. The veracity of clip to be investigated: Ashoke Rathore, ADG Special Operations Group (SOG), Rajasthan pic.twitter.com/RgasN88Nfj
મળતી જાણકારી મુજબ, ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ મામલામાં SOGની ફરિયાદમાં કોઈ નેતાનું નામ નથી જ્યારે મુખ્ય સચેતક મહેશ જોશીની ફરિયાદમાં ત્રણ નામ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઓડિયોની તપાસ બાદ FIRમાં નામ ઉમેરવામાં આવશે. SOG સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. જેમાં હાલ સંજય જૈનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
3 ઓડિયો ક્લિપમાં શું છે? - ઉલ્લેખનીય છે કે, ગહલોત કેમ્પ તરફથી ગુરુવારે ત્રણ ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં કથિત રીતે સરદારશહરના કૉંગ્રેસ ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહનો વાર્તાલાપ છે. આ વાતચીતમાં સરકાર પાડવાની વાત કરવામાં આવી રહી છે. આ બંનેની વચ્ચે સંજય જૈન નામનો શખ્સ મધ્યસ્થતા કરી રહ્યો છે. આ ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ રાજસ્થાનના રાજકારણમાં ચાલી રહેલું ઘમાસાણ વધુ ઉગ્ર બની ગયું હતું. બીજેપીએ આ ઓડિયો ક્લિપને નકલી કરાર કરતાં તેને પાર્ટીની છબિ ખરાબ કરવાનો પ્રયાસ લગાવી છે. બીજી તરફ, ભંવરલાલ શર્માએ પણ આ ઓડિયો ક્લિપને Fake ગણાવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર