Home /News /national-international /

મંદિરથી પાછો ફર્યો પતિ તો રસ્તામાં પત્ની, બોયફ્રેન્ડ સાથે રસ્તો રોકીને ઊભી હતી અને પછી...

મંદિરથી પાછો ફર્યો પતિ તો રસ્તામાં પત્ની, બોયફ્રેન્ડ સાથે રસ્તો રોકીને ઊભી હતી અને પછી...

પ્રતિકાત્મક તસવીર

1 સપ્ટેમ્બરે બાબૂ મંદિરથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના થઇ હતી.

    રાજૌરી ગાર્ડન, દિલ્હીમાં એક ચોંકવનારી ઘટના થઇ. આ ઘટના કોઇ ટીવી સીરિયલ (Tv Serial) અને ફિલ્મથી ઓછી નથી. રધુવીર નગરમાં રહેતા બાબૂ જ્યારે 1 સપ્ટેમ્બહરે મંદિરથી પાછો ફરતો હતો ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી. બાબૂની માતાએ આ વાત દિલ્હી પોલિસને કહી હતી. હોસ્પિટલમાં દાખલ બાબુ હાલ ખતરાથી બહાર છે પણ તેણે આ મામલે જે ઘટના કહી તે તમારા અને મારા વિચારોથી બહાર છે. આ ઘટનામાં પોલીસે બાબૂની પત્ની અને તેના એક મિત્રની ધરપકડ કરી છે.

    1 સપ્ટેમ્બરે બાબૂ મંદિરથી ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને પોતાની પત્ની અને બાબુનો મિત્ર મનોજ રસ્તામાં મળ્યા. બાબૂને જોતા જ તેની પત્નીએ તેને ખરી-ખોટી સંભળાવાની શરૂ કરી દીધી. અને બંને વચ્ચે જોરદારનો ઝગડો થયો. આ દરમિયાન મનોજે પિસ્તોલ નીકાળી અને બાબૂને ગોળી મારી દીધી. મનોજે બે ગોળીઓ ચલાવી એક ગોળી બાબૂને લાગી. જે પછી બાબૂની માં ઘટના સ્થળે પહોંચી અને તેને પોલીસને ખબર કરી.

    વધુ વાંચો : India-China Rift : ચીન સાથે તણાવ વચ્ચે લદાખ પહોંચ્યા આર્મી ચીફ

    પકડાઇ જવા પર પત્નીએ પોલીસમાં નિવેદન આપ્યું કે તેનો પતિ તેનાથી ખૂબ જ લડતો ઝગડતો હતો. અને તેના પતિને શંકા હતી કે તેનો અને મનોજનો કોઇ સંબંધ છે. આ વાતથી ગુસ્સે થઇને મનોજે તેના પતિ પર ગોળી ચલાવી. જ્યારે બાબૂની માતાનું નિવેદન છે કે બાબૂની પત્નીને મનોજ સાથે આડાસંબંધ છે. અને બાબૂએ તેનો વિરોધ કરતા તેને ગોળી ખાવાનો વારો આવ્યો છે.

    બાબૂની માતાએ સૂચના આપ્યા પછી પોલીસ એલર્ટ પર આવી ગઇ અને 3 કલાકમાં રધુવીર નગર વિસ્તારમાંથી આરોપીની પત્ની અને મનોજને પકડી પાડ્યા. મનોજ પર હત્યાના પ્રયાસ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી મનોજ પાસેથી પોલીસે બે પિસ્તોલ મેળવી છે. અની પત્ની પાસેથી એક કારતૂસ મળી છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Husband, Marriage, Wife, ગુનો, દિલ્હી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन