Home /News /national-international /

દિલ્હીમાં મહિલા જજના અપહરણનો પ્રયાસ, કેબ ડ્રાઇવરની ધરપકડ

દિલ્હીમાં મહિલા જજના અપહરણનો પ્રયાસ, કેબ ડ્રાઇવરની ધરપકડ

દિલ્હીઃ દેશની રાજધાનીમાં ફરી એકવાર ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગાજીપુર વિસ્તારમાં એક મહિલા જજનું અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. એક કેબ ડ્રાઇવરે મહિલા જજનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલા જજ પોતાના ઘરેથી કરકરડૂમા કોર્ટ જઇ રહી હતી. મહિલા જજે કેબ ડ્રાઇવરને કોર્ટ જવા જણાવ્યું હતું પરંતુ ડ્રાઇવરે કોર્ટના બદલે અન્ય રસ્તા પર કાર ચલાવતા મહિલા જજે તુરંત પોલીસને જાણ કરી હતી.

પોલીસે તંરુત જ કેબના ડ્રાઇવરને ઝડપી પાડ્યો હતો. રાજીવ કુમાર નામના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે મહિલા જજને અલગ કાર આપવાની પણ માંગ ઉઠી છે. મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં કેબ ડ્રાઇવર દ્વારા મહિલાઓ અને યુવતીઓની છેડછાડની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
First published:

Tags: Attempt to abduct woman judge, Bharat solanki called to delhi, Cab driver molestation, Woman judge abduction

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन