રાજસ્થાનમાં મહિલા સરપંચ ઉપર JCBથી હુમલો, વાયરલ Video

News18 Gujarati
Updated: November 22, 2019, 6:48 PM IST
રાજસ્થાનમાં મહિલા સરપંચ ઉપર JCBથી હુમલો, વાયરલ Video
વાયરલ વીડિયોની તસવીર

આ આખો મામલો પંચાયત એટલે કે સરકારી જમીન ઉપર દબાણ સાથે જોડાયેલો છે. ગામની સરકારી જમીન ઉપર દબાણ હટાવવા માટે સરપંચ રેખા દેવી ચૌધરી જેસીબી લઈને ગઈ હતી.

  • Share this:
રાજસ્થાનના જાલોર (Jalore) જિલ્લામાં માંડવલા ગામની મહિલા સરપંચ (Woman Sarpanch) રેખા દેવી ચૌધરી ઉપર જેસીબી (JCB)થી હુમલો થયાનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હુમલાખોર પહેલા મહિલા સરપંચની ગાડીને જેસીબીથી તોડી તેને પટલી કરવાની કોશિશ કરે છે ત્યારબાદ જ્યારે સરપંત આવે આવે છે. ત્યારે તેના ઉપર પણ હુમલો કરે છે.

ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા (social media) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેટલાક વીડિયોમાં સરપંચ જ દબાણ હટાવવા આવેલી ટીમ સાથે ઝઘડો કરતા દેખાય છે. આ વાતનો સરપંચ રેખા દેવીએ ખંડન કર્યું છે. બીજી તરફ જાલોર ડીએસપી જયદેવ સિયાગે કહ્યું હતું કે, મહિલા સરપંચ તરફથી ફરિયાદ મળી છે. પોલીસે ફરાર આરોપીની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવ્યું પુરુષો માટે ગર્ભનિરોધનક ઇન્જેક્શનઆ આખો મામલો પંચાયત એટલે કે સરકારી જમીન ઉપર દબાણ સાથે જોડાયેલો છે. ગામની સરકારી જમીન ઉપર દબાણ હટાવવા માટે સરપંચ રેખા દેવી ચૌધરી જેસીબી લઈને ગઈ હતી.

આ પણ વાંચોઃ-સનસ્ક્રીન લોશન લગાવતા પહેલા આ જરૂર વાંચો, નહીં તો પસ્તાશો

સરકારી જમીન ઉપર થઈ રહેલા પાકા બાંધકામને હટાવવાની કાર્યવાહી થઈ રહી હતી. આ દરમિયાન દમાણ કરનાર પક્ષના એક વ્યક્તિ જેસીબી લઈને આવ્યો અને સરપંચની ગાડીને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાર જેસીબી સામે મહિલા સરપંચ આવી તો તેના ઉપર જેસીબીથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ-તમારો પાર્ટનર વિશ્વાસઘાત તો નથી કરતો ને? આ 2 સંકેતથી જાણો

જ્યારે જેસીબીથી સરપંચની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે બે વોર્ડ પંચ પણ ગાડીમાં બેઠા હતા. જેસીબીએ બે ત્રણ વખત ગાડીને ટક્કર મારી હતી. પરંતુ ગાડી પલટી નહીં. અને ગાડીમાં બેઠેલા પંચોનો જીવ બચ્યો હતો.

આ દરમિયાન સરપંચ દોડીને આવી અને તેમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેસીબીના પંજાથી તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, સરપંચે જેસીબીના પંજાને પકડી લીધો અને તેમને બે ત્રણ વખત પટકવાનો પ્રયત્ન કર્યો હતો.
First published: November 22, 2019, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading