રાંચીઃ કોરોના સંક્રમિતોને લેવા પહોંચેલી ટીમ પર હુમલો, ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરે ભાગીને બચાવ્યો જીવ

News18 Gujarati
Updated: April 14, 2020, 9:00 AM IST
રાંચીઃ કોરોના સંક્રમિતોને લેવા પહોંચેલી ટીમ પર હુમલો, ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરે ભાગીને બચાવ્યો જીવ
આ ટીમને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. (ફાઇલ તસવીર)

રાંચીના હિંદપીઢી ખાતે સ્થાનિકોએ લાઇટો બંધ કરીને સ્વાસ્થ્યકર્મીઓ પર ઇંટ અને પથ્થરોને મારો ચલાવ્યો

  • Share this:
રાંચીઃ ઝારખંડ (Jharkhand)માં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને લઈને હૉટ સ્પૉટ (Hot Spot) બનેલા પાટનગર રાંચી (Ranchi)ના હિંદપીઢી વિસ્તારના લોકોએ કોરોના વોરિયર્સ (Corona Worriers) પર પ્થ્થર અને ઇંટો વરસાવી. મળતી જાણકારી મુજબ, આ વિસ્તારમાં ત્રણ લોકો કોરોના પોઝિટિવ હોવાની સૂચના મળી હતી. ત્યાબાદ 13 એપ્રિલની રાત્રે સ્વાસ્થ્ય વિભાગની ટીમ હિંદપીઢી ગઈ. આ દરમિયાન તેમની સાથે સુરક્ષા માટે પોલીસ ટીમ પણ હાજર હતી. આ ટીમને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સૂત્રો મુજબ, કુર્બાન ચોકના લોકોએ લાઇટ બંધ કરીને કોરોના સંક્રમિતોને હૉસ્પિટલ લઈ જવા માટે આવેલી ટીમ પર હુમલો કર્યો. આક્રોશિત લોકોનું કહેવું હતું કે અડધી રાત્રે કોરોના પીડિતોને લઈ જવું યોગ્ય નથી, તેના માટે કોઈ સમય નિર્ધારિત થવો જોઈએ.

મૂળે, કોરોના સંદિગ્ધોને લેવા ગયેલી ચાર ઍમ્બ્યુલન્સ અને તેની સુરક્ષામાં અનેક પીસીઆર વાન અને સ્વાસ્થ્યકર્મીઓ પર ઇંટ-પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો. એક ઍમ્બ્યુલન્સને તોડી દેવામાં આવી. હિદપીઢીના લોકોનું આક્રમણ વલણ જોઈ ઍમ્બ્યુલન્સ ડ્રાઇવર અનિલે પોલીસ સ્ટેશનમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો. બીજી તરફ, પોલીસ દળને પણ પાછીપાની કરવી પડી.

પહેલા પણ સ્વાસ્થ્ય એન સફાઈકર્મીઓ પર થઈ ચૂક્યો છે હુમલો

કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને કારણે છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર હિંદપીઢીને સીલ કરી દેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ અને નગર નિગમની ટીમ દિવસ-રાત હિંદપીઢીને કોરોના મુક્ત કરવા અને સ્વાસ્થ્ય સેવાઓને ઉપલબ્ધ કરાવવામાં લાગી છે, પરંતુ આ દરમિયાન સ્વાસ્થ્યકર્મીઓની સાથે અભદ્રતાની અનેક ઘટનાઓ બની રહી છે.

આ પણ વાંચો, Corona: સીનિયર સિટીઝન માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી, આ બાબતોનું રાખો ધ્યાન
રાંચીના સિવિલ સર્જન શું કહે છે?

આ ઘટનાની જાણકારી આપતાં રાંચીના સિવિલ સર્જન વી.બી. પ્રસાદે કહ્યું કે, 13 એપ્રિલે રાજ્યમાં જે 5 નવા કોરોના સંક્રમિત લોકોની ઓળખ થઈ હતી તેમાંથી ત્રણ હિંદપીઢી વિસ્તારના હતા. સૂચના મળ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગની ટીમ પ્રશાસનની સુરક્ષામાં હિંદપીઢી ગઈ હતી. પરંતુ આ દરમિયાન ત્યાં અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો, જેમાં એક એમ્બ્યૂલન્સને પણ નુકસાન પ્હોંચ્યું છે. સિવિલ સર્જને કહ્યું કે, ત્રણ પોઝિટિવ લોકોમાંથી એક હૉસ્પિટલ પહોંચી શક્યો. જ્યારે બે હજુ હિંદપીઢીમાં જ છે. તેઓએ કહ્યું કે 14 એપ્રિલની સવારે બંને પોઝિટિવ દર્દીઓ અને જે લોકો તેના સંપર્કમાં આવ્યા છે તેમને હૉસ્પિટલ અને આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવશે.

આ પણ વાંચો, મળો ‘કોરોના યમરાજ’ને, જાગૃતિ ફેલાવવા માટે પોલીસની અનોખી પહેલ
First published: April 14, 2020, 9:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading