Home /News /national-international /

ઋત્વિજ પટેલ પર પશ્ચિમ બંગાળમાં હુમલો, કોલકાતામાં અમિત શાહનો ભવ્ય રોડ શો

ઋત્વિજ પટેલ પર પશ્ચિમ બંગાળમાં હુમલો, કોલકાતામાં અમિત શાહનો ભવ્ય રોડ શો

    મયુર માકડિયા, અમદાવાદઃ ભાજપ પ્રદેશ યુવા મોર્ચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર પશ્ચિમ બંગાળમાં હુમલો થયો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયો ઋત્વિજ પટેલ પર હુમલો થયો છે. ઋત્વિજ પટેલની ગાડી પર હુમલો કરાયો હતો. જેમાં તેની કારના કાચ તૂટી ગયા હતા. ઘટના અંગે ઋત્વિજે આરોપ લગાવ્યો કે પશ્ચિમ બંગાળની પોલીસે મદદ કરવાને બદલે ગેરવર્તણૂક કરી હતી તથા તેની કારના ડ્રાઇવરની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

    મંગળવારે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સર્જાયું. કોલકત્તામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી પહેલા ભાજપ કાર્યકર્તાઓ અને રાજ્ય પોલીસ વચ્ચે ઘર્ષણ થયાનું કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહની રેલી પહેલા રાજ્ય પોલીસ સભાની અનુમતીના કાગળો તપાસવા પોલીસ પહોંચી હતી. જરૂરી કાગળો ન હોવાનું કહી પોલીસે મંચ તોડવાના આદેશ આપ્યા હતા. એટલું જ નહીં ભાજપના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે રેલી દરમિયાન અમિત શાહનું સ્વાગત કરવા માટે લગાવવામાં આવેલા પીએમ મોદીના હોર્ડિંગ, બેનર અને પોસ્ટર પણ પોલીસે હટાવ્યા હતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ પળવારમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી શકે છે ભારત, આ રહ્યાં આંકડા





    આ મામલે કોલકત્તા પોલીસે ચૂંટણી આયોગે આદેશ આપ્યો હોવાનો હવાલો આપ્યો હતો. કોલકત્તા પોલીસના જણાવ્યા પ્રમાણે ચૂંટણી પંચના આદેશ બાદ જ રસ્તા પરથી પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આ પ્રકારના પોસ્ટર અને બેનર લગાવવું એ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે.

    ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ પોલીસની કાર્યવાહીને લઇને મમતા સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ આ મામલે ટ્વીટ કર્યું, જેમાં લખ્યું કે 'ભાજપ અધ્યક્ષ અમિત શાહની કોલકતા રેલીને ફેલ કરવા માટે મમતા સરકારે કોઇ કસર છોડી નથી. સ્વાગત મંચ નહીં લગાવવા દેવા અને રસ્તા પરથી ફુગ્ગા અને હોર્ડિંગ કાઢી લેવામાં આવ્યા. આ રાજનીતિક વૈમનસ્યતા ખુબ જ ભારે પડશે દીદી !'
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Lok sabha election 2019, Mamta Banarjee, Rutvij Patel, TMC, West bengal, અમિત શાહ, પીએમ મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन