શિવસેનાના કાર્યકર્તાઓનો પૂર્વ નેવી ઓફિસર ઉપર હુમલો: મદન શર્માના સમર્થનમાં આવ્યા 600થી વધારે નિવૃત્ત આર્મી ઓફિસરો

News18 Gujarati
Updated: September 13, 2020, 8:11 PM IST
શિવસેનાના કાર્યકર્તાઓનો પૂર્વ નેવી ઓફિસર ઉપર હુમલો: મદન શર્માના સમર્થનમાં આવ્યા 600થી વધારે નિવૃત્ત આર્મી ઓફિસરો
પૂર્વ નેવી ઓફિસરની તસવીર

બીજી તરફ ભારતીય આર્મફોર્સના દિગ્ગજ અધિકારીઓ પણ મદન શર્માના સપોર્ટમાં આવ્યા છે. આ દિગ્ગજ અધિકારીઓએ એક પત્ર ઉપર પોતાનું નિવેદન નોંધ્યું છે. સાથે સાથે પોતાની સહીં પણ કરી છે.

  • Share this:
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસમાં શંકાના ઘેરામાં આવેલી મહારાષ્ટ્રની સત્તા પાર્ટી શિવસેના ફરી વિવાદમાં આવી છે. માત્ર એક કાર્ટૂન શેર કરવા અંગે શિવસેનાના કાર્યકર્તાઓએ પૂર્વ નૌસેના અધિકારી મદન શર્મા (ex navy officer madan sharma) ઉપર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં નવો વિવાદ ઊભો થયો છે. શિવસેનાના કાર્યકર્તાઓના હુમલાનો શિકાર બનેલા મદન શર્માએ પોતાનો બધો જ ગુસ્સો મુખ્યમંત્રી (Maharashtra CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ઉપર ઉતાર્યો છે. તો બીજી તરફ ભારતીય આર્મફોર્સના દિગ્ગજ અધિકારીઓ પણ મદન શર્માના સપોર્ટમાં આવ્યા છે. આ દિગ્ગજ અધિકારીઓએ એક પત્ર ઉપર પોતાનું નિવેદન નોંધ્યું છે. સાથે સાથે પોતાની સહીં પણ કરી છે.

નિવૃત આર્મી ઓફિસરોના નિવેદન પ્રમાણે અમે ભારતીય સશસ્ત્ર દળના દિગ્ગજ અધિકારીઓ ગૌરવપૂર્મ નાગરીકો છીએ. જેમણે અત્યંત બહાદુરીથી આપણા દેશની ચારે દિશાઓથી સુરક્ષા કર્યાનો ઈતિહાસ છે. પરંતુ આ માનવામાં ન આવે તેવું આઘાતજનક અને સ્પષ્ટ રીતે અસ્વીકાર્ય છે.

ભારતીય સશસ્ત્ર દળોના દિગ્ગજો, ગુંડાગીરી સામે લાચાર બની ગયા છે. જે દિગ્ગજ પૂર્વ નેવી અધિકારી મદન શર્મા ઉપર થયેલા હુમલાથી સ્પષ્ટ દેખાય છે. શિવસેનાના કાર્યકર્તાઓએ મુંબઈ ખાતે પૂર્વ નેવી અધિકારીને ગંભીર ઈજાઓ પહોંચાડવાની સાથે તેમના સન્માનને પણ ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'કેમ મોડું થયું, ફોન કેમ નથી ઉપાડતા?' પતિને આવા સવાલો કરવા પત્નીને ભારે પડ્યા

આ રાષ્ટ્રના સશસ્ત્ર દળની સેવાઓની યાદ કરવાનો સમય છે. આપણી રાષ્ટ્રવાદી ભાવનાઓને નવીનીકૃત કરવા માટે અમારું મહત્વપૂર્ણ દાયિત્વના સમ્માન કરવા માટે તેમણે પોતાની યુવાવસ્થામાં પોતાનું બધું જ બલિદાન કરી દીધું છે. જેથી દરેક ભારતીય પોતાનું જીવન સુરક્ષિત અને સમૃદ્ધ જીવી શકે. આમે આ દિગ્ગજોની સુરક્ષા અને દરેક વ્યક્તિ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 10 દિવસમાં સોનામાં રૂ.1000 વધારો અને ચાંદીના ભાવમાં રૂ.2500નો થયો કડાકો, આગળ શું થશે?આ પણ વાંચોઃ-સુરતઃ સ્નાન કરતી યુવતીનો વીડિયો ઉતાર્યો, બળજબરી શરીર સંબંધ બાંધનાર 'મંગેતર' સામે ફરિયાદ

આ ઉપરાંત ગુંડાગર્દીના ચોંકાવનારા પ્રદર્શન ઉપર એક સત્ય એ પણ છે કે સશસ્ત્ર સેનાના દિગ્ગજ મદન શર્મા ઉપર હુમલો કરનાર આરોપીઓ શિવસેનાના સ્થાનિક એકમના પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તાઓ હતા. જેમની તરત જામીન પણ થઈ હતી. આ મુંબઈ પોલીસની અવિશ્વસનીયતાને દર્શાવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના અભિયોજકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી નથી. નિવૃત આર્મી અધિકારીઓએ મદન શર્મા ઉપર થયેલા હુમલા અંગે શિવસેનાના કાર્યકર્તાની કડક નિંદા કરી છે. સાથે જ ન્યાયની માંગણી કરી છે.

600થી વધારે નિવૃત આર્મી ઓફિસરોએ પોતાનું નિવેદન નોંધીને સહીઓ કરી છે. આ અધિકારીઓમાં એર ચિફ માર્સલ, વાઈસ એડમિરલ, મેજર જનરલ, બ્રિગેડિયર, કમાન્ડર અને લેન્ટનન્ટ જનરલ લેવલના અધિકારીઓનો સમાવેશ થાય છે.
Published by: ankit patel
First published: September 13, 2020, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading