Home /News /national-international /LIVE VIDEO: જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, ભાષણ દરમિયાન છાતીમાં ગોળી મારી, હાલત નાજુક

LIVE VIDEO: જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, ભાષણ દરમિયાન છાતીમાં ગોળી મારી, હાલત નાજુક

શિઝો આબે (ફાઇલ તસવીર)

Japan ex PM Shinzo Abe: જાપાનની પોલીસે (Japan police on Shinzo Abe attack) જણાવ્યું કે નારા શહેરમાં શિંઝો આબે એક સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક સંદિગ્ધે પાછળથી તેમનો સંપર્ક કર્યો હતો અને અચાનક બંદૂકમાંથી ગોળી મારી દીધી હતી.

ટોક્યો: જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે (Shinzo Abe) પર હુમલાના સમાચાર છે. રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે નારા શહેરમાં એક ભાષણ દરમિયાન સવારે આબેને ગોળી મારવા (Attack on Shinzo Abe)માં આવી હતી. ભાષણ દરમિયાન તેઓ અચાનક ઢળી પડ્યા હતા. રિપોર્ટ પ્રમાણે તેમને છાતિમાં ગોળી વાગી છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે ગોળી લાગવાથી શિંઝો આબેને કાર્ડિયાક અરેસ્ટ (Shinzo Abe cardiac arrest) આવ્યો છે. તેમના માથામાં પણ ઈજા પહોંચી છે. ઘણું લોહી પણ વહી ગયું છે. તેઓ કોઈ પ્રત્યુતર નથી આપી રહ્યા. મેડિકલ ટીમ પ્રાથમિક તપાસ બાદ તેમને લઈને હૉસ્પિટલ પહોંચી છે. હાલ તેમની હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. 42 વર્ષીય હુમલાખોર પાસેથી ગન મળી આવી છે.

રિપોર્ટ પ્રમાણે જાપાનની પોલીસે (Japan police on Shinzo Abe attack) જણાવ્યું કે નારા શહેરમાં શિંઝો આબે એક સભામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક સંદિગ્ધે પાછળથી તેમનો સંપર્ક કર્યો હતો અને અચાનક બંદૂકમાંથી ગોળી મારી દીધી હતી. જે બાદમાં ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી.


ગોળીબારન અવાજ સંભળાયો


જાપાન સ્થિત મીડિયા હાઉસ એનએચકેએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે, "જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેને શુક્રવારે પશ્ચિમ જાપાનના નારા શહેરમાં ગોળી મારી દેવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નારા શહેરમાં એક ભાષણ દરમિયાન ઢળી પડ્યા હતા. શરૂઆતના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ઘાયલ થયા છે."



ઘટના સ્થળે એનએચકેના એક રિપોર્ટરે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. આબે નીચે પડ્યા હતા ત્યારે તેમના કાનની પાછળથી લોહી નીકળી રહ્યું હતું. ગોળી કોણે અને શા માટે મારી છે તેની કોઈ માહિતી મળી નથી.

કોણ છે શિંઝો આબે?


67 વર્ષીય શિંઝો આબે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) સાથે જોડાયેલા છે. તેઓ જાપાનના વડાપ્રધાન પદે રહી ચૂક્યા છે. આબેને એક આક્રમક નેતા માનવામાં આવે છે. શિંઝો આબેને આંતરડા સંબંધિત બીમારી હતી, જેના પગલે તેમણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. શિંઝો આબે સતત 2803 દિવસ એટલે કે સાત વર્ષ અને છ મહિના સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા.
First published:

Tags: Firing, Shinzo abe, જાપાન