Home /News /national-international /ભાઈ-ભાભીની હેવાનિયત! કામ ન કર્યું તો સાત વર્ષની બાળકીને ઉંધી લટકાવી, ગરમ ચિપિયા, સિગારેટના ડામ ચાંપ્યા
ભાઈ-ભાભીની હેવાનિયત! કામ ન કર્યું તો સાત વર્ષની બાળકીને ઉંધી લટકાવી, ગરમ ચિપિયા, સિગારેટના ડામ ચાંપ્યા
બાળકીની તસવીર
પિતરાઈ ભાઈ ભાભીને આટલાથી મન ન ભરાયું તો ગુસ્સામાં માસૂમના નખ સુધી ઉખાડી લીધા હતા. હદ તો ત્યારે થઈ જતી હતી કે ગુસ્સામાં આવીને ભાઈ-ભાભી બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં મરચું પાવટર ભરી દેતા હતું.
રાજસમંદઃ રાજસ્થાનના (Rajasthan) રાજસમંદમાં માતા-પિતા વગરની બાળકી સાથે પિતરાઈ ભાઈ-ભાભીએ એવું વર્તન કર્યું કે જોનારના રુંવાડા ઊભા થઈ જાય. સાત વર્ષની મામૂમ બાળકી ઉપર યાતનાની (Atrocities on the girl) એવી ઘટના ઘટી હતી તે જેને જોઈને જલ્લાદ પણ કાંપી ઉઠે. બાળકીએ કામ ન કર્યું તો નગ્ન કરીને ઉંધી લટકાવી દીધી હતી અને પછી ગરમ ચિપિયા અને સિગારેટના ડામ ચાંપ્યા હતા.
પિતરાઈ ભાઈ ભાભીને આટલાથી મન ન ભરાયું તો ગુસ્સામાં માસૂમના નખ સુધી ઉખાડી લીધા હતા. હદ તો ત્યારે થઈ જતી હતી કે ગુસ્સામાં આવીને ભાઈ-ભાભી બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં મરચું પાવટર ભરી દેતા હતું. જ્યારે અત્યાચારે હદ વટાવી તો બાળકી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી હતી.
પરંતુ પોલીસ સ્ટેશનમાં પથ્થર દિલ પોલીસે માસૂમનું દર્દ સાંભળવાના બદલે તેને ઘરે મોકલી દીધી હતી. પાડોશમાં રહેતા લોકોએ આ ઘટના ક્રમનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આરોપી પિતરાઈ ભાઈ અને ભાભીની ધરપકડ કરી હતી.
માતાના મોત બાદ પિતાએ બીજા લગ્ન કરી લીધા અને બીજી પત્ની સાથે ગુજરાતના સુરતમાં મજૂરી કરવા માટે આવી ગયા હતા. અને પોતાની બાળકીને આરોપી પાસે છોડી દીધી હતી. આરોપી ભાઈ-ભાભી સવારથી રાત સુધી બાળક પાસે કામ કરાવતા હતા.
બાળક બુદ્ધીમાં બાળકી રમવા જતી રહેતી તો ભાઈ-ભાભીનો અત્યાચાર શરુ થઈ જતો હતો. આરોપી કિશન અને તેની પત્ની રેખાની પોલીસે ધરપકડ કરી હતી. પરંતુ આ મામલે પોલીસના અસંવેદનશીલ ચહેરો પણ સામે આવ્યો હતો. માસૂમ બાળકીને કેસ નોંધાવવા માટે 8 કલાક સુધી બેસાડી રાખી હતી.
" isDesktop="true" id="1068410" >
ભીમ પોલીસ સ્ટેશનના પેલાડોગલ ગામમાં રહેનારી આ બાળકી સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયા બાદ ચાઈલ્ડ લાઈનના સભ્યોએ પોલીસ સ્ટેશમાં જઈને બાળકીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ એક આરોપીને કસ્ટડીમાં લીધો હતો. ત્યારબાદ બાળકીને મેડિકલ કરાવ્યું હતું જોકે, મેડિકલમાં બાળકી સાથે યૌન દુરાચારની પુષ્ટી થઈ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર