Home /News /national-international /અનેક રાજ્યોમાં ATM ખાલીખમ, સરકારે કહ્યું- 'ત્રણ દિવસમાં ભરી દઇશું'

અનેક રાજ્યોમાં ATM ખાલીખમ, સરકારે કહ્યું- 'ત્રણ દિવસમાં ભરી દઇશું'

    દેશના અનેક ભાગોમાં એટીએમમાં રોકડ ન હોવાની કે પછી મશિન બંધ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. દેશની રાજધાની નવી દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાંથી લોકો એટીએમમાં પૈસા ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. નોટબંધી પછી આ બીજો એવો પ્રસંગ છે જ્યારે લોકો કેશની અછતનો સામનો કરી રહ્યા છે.

    સોશિયલ મીડિયા પર સોમવારથી જ લોકો એટીએમ બંધ હોવાની ફરિયાદ કરી રહ્યા છે ત્યારે, રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ કહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે રાજ્યમાં કેશની અછત છે ત્યાં નાણા પૂરા પાડવા માટે એક કમિટિની રચના કરી છે. મંત્રીએ કહ્યું હતું કે, 'હાલમાં આપણી પાસે 1.25 લાખ કરોડની કેશ છે. એક સમસ્યા એવી ઉભી થઈ છે કે અમુક રાજ્ય પાસે વધારે પ્રમાણમાં તો અમુક પાસે કેશની અછત છે. આથી સરકાર અને આરબીઆઈએ પણ એક કમિટિની રચના કરી છે, જેનાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કેશ ટ્રાન્સફર કરી શકાય. આ બધુ કામ ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે.'

    અમુક રાજ્યમાં કેશની ઉભી થયેલી અછતને પગલે નાણા મંત્રાલયના અધિકારીઓએ આરબીઆઈ સાથે એક બેઠક કરી હતી. સોમવારે આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નિવેદન આપ્યું હતું કે બજારમાંથી રૂ. 2000ની નોટો અદ્રશ્ય થઈ રહી છે.



    આની પાછળ કોઈ કાવતરું હોવાનું જણાવી ચૌહાણે કહ્યું હતું કે, તેમની સરકાર આ અંગે ચોક્કસ પગલાં ભરશે. ચૌહાણે જણાવ્યું હતું કે, 'નોટબંધી પહેલા 15 લાખ કરોડની કરન્સી ચલણમાં હતી. નોટબંધીની કવાયત બાદ આ કરન્સી વધારીને 16.50 લાખ કરોડ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે બજારમાંથી રૂ. 2000 હજારની નોટ ગાયબ થઈ રહી છે.'
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन