દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi speech) આજે બીજેપી કાર્યકર્તાઓ (BJP workers) સાથે બજેટની (Budget 2022) ખાસિયતો સમજાવવા ચર્ચા કરી હતી. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. કાર્યકર્તાઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દરેક લોકો આ બજેટના વખાણ કરી રહ્યા છે, આ દેશને આધુનિક બનાવવાનું બજેટ છે. નોંધનીય છે કે, ભાજપ દ્વારા તમામ વોર્ડના વિવિધ સ્થળે વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ (live telecast) થયુ હતુ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળ્યુ હતુ.
કોરોના પછીનું વિશ્વ બદલાયું
પીએમ મોદીએ કહ્યું કે, હાલમાં દેશ 100 વર્ષમાં સૌથી મોટી વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે. કોરોના સમયગાળો વિશ્વ માટે ઘણા પડકારો લઈને આવ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વ તે ચોકઠા પર સ્થિર થઈ ગયું છે, જ્યાં વળાંક નિશ્ચિત છે. આપણે હવે પછી જે વિશ્વ જોવાના છીએ તે કોરોના પહેલા જેવું નહીં હોય
આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થવું જોઈએ
પીએમ મોદીએ કહ્યું કે, આ સમય નવી તકોનો છે, નવા સંકલ્પોને પૂર્ણ કરવાનો સમય છે. તેમણે કહ્યું કે, ભારત આત્મનિર્ભર બને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આત્મનિર્ભર ભારતના પાયા પર આધુનિક ભારતનું નિર્માણ થવું જોઈએ. વડાપ્રધાનના જણાવ્યા અનુસાર, વર્ષ 2013-14માં ભારતની નિકાસ 2 લાખ 85 હજાર કરોડ રૂપિયા હતી. આજે ભારતની નિકાસ 4 લાખ 70 હજાર કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.
વડાપ્રધાને કહ્યું કે, ભાજપ સરકારના પ્રયાસોને કારણે આજે દેશના લગભગ 9 કરોડ ગ્રામીણ ઘરોમાં પાણી પહોંચવાનું શરૂ થયું છે. તેમણે જણાવ્યું કે, આમાંથી છેલ્લા બે વર્ષમાં જલ જીવન મિશન હેઠળ 5 કરોડથી વધુ પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, આ વર્ષે લગભગ 4 કરોડ ગ્રામીણ પરિવારોને પાણીના જોડાણ આપવામાં આવશે.
પાણી પર તેમની ચર્ચાને આગળ વધારતા પીએમ મોદીએ કહ્યું કે, યુપી અને મધ્યપ્રદેશના બુંદેલખંડની તસવીર બદલાવવાની છે. તેમણે કહ્યું કે, હજારો કરોડ રૂપિયાની જોગવાઈ, ખાસ કરીને કેન-બેતવા લિંક માટે, યુપી અને એમપીના બુંદેલખંડ વિસ્તારની તસવીર પણ બદલશે. હવે બુંદેલખંડના ખેતરોમાં વધુ હરિયાળી હશે, ઘરોમાં પીવાનું પાણી આવશે, ખેતરોમાં પાણી આવશે.
" isDesktop="true" id="1175405" >
ગરીબોને પોતાનું ઘર મળશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે લોકો ગરીબ હતા તેઓ ઝૂંપડીમાં રહેતા હતા, હવે તેમની પાસે પણ પોતાનું ઘર છે. આ મકાનો માટેની રકમ પણ અગાઉની સરખામણીએ વધી છે અને બાળકોને અભ્યાસ માટે જગ્યા મળી રહે તે માટે મકાનોનું કદ પણ વધાર્યુ છે. તેમણે કહ્યું કે, મોટી વાત એ છે કે, આમાંથી મોટાભાગના ઘર મહિલાઓના નામે છે એટલે કે અમે મહિલાઓને ઘરની માલિક બનાવી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર