ATM સુરક્ષાકર્મીની બંદૂકમાંથી નીકળ્યા ઢગલાબંધ રૂ.500ના બંડલો, અધિકારીઓ ચોંકી ઉઠ્યા, જુઓ viral video

વાયરલ વીડિયો પરની તસવીર

Assam viral news: આ વીડિયો એક એટીએમ સુરક્ષા કર્મચારીનો (ATM security guard) છે જેના સર્વિસ ગનમાંથી 500 રૂપિયાના બંડલો નીકળ્યા હતા. જોકે, વાયરલ વીડિયો (Gun viral video) અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ નથી.

  • Share this:
    viral news: તાજેતરમાં આસામનો (Assam news) એક વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર ભારે વાયરયલ થઈ રહ્યો છે. આ વીડિયો એક એટીએમ સુરક્ષા કર્મચારીનો (ATM security guard) છે જેના સર્વિસ ગનમાંથી 500 રૂપિયાના બંડલો નીકળ્યા હતા. જોકે, વાયરલ વીડિયો (Gun viral video) અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાઈ નથી.

    મળતી માહિતી પ્રમાણે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં વાયરલ થયેલો વીડિયોમાં 500 રૂપિયાની નોટોના બંડલો બંદૂકના બેરલમાં છૂપાલેવા મળ્યા હતા. આ વીડિયો જોવા મળે છે એ પ્રમાણે એટીએમના સુરક્ષા કર્મચારીની સર્વિસ ગનના નાળચામાંથી અધિકારીઓ 500 રૂપિયાની નોટોના બંડલો કાઢે છે. અને એટીએમમાં તપાસ કરતા એટીએમમાં પણ 500 રૂપિયાના બંડલો અને થેલો મળે છે.

    જોકે, આ વીડિયો અંગે વધુ મળતી માહિતી પ્રમાણે એક કંપનીને એટીએમ રિફિલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, ટ્રાન્જેક્શનમાં વિસંગતતાઓ જોવા મળતાં શરુઆતમાં સત્તાવાળાઓ ઉપર શંકા ગઈ હતી. પરંતુ વધારે તપાસ કરતા ઘટનામાં સુરક્ષા કર્મચારીની કરતૂત સામે આવી હતી.



    અધિકારીઓએ સુરક્ષાકર્મીની સર્વિસ ગનની તપાસ કરતા કર્મચારીની પોલ ખુલી ગઈ હતી. અને અધિકારીઓએ એક પછી એક એમ 500 રૂપિયાના ઢગલાબંધ બંડલો બંદૂકના નાળચામાંથી બહાર કાઢ્યા હતા. આ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. અધિકારીઓએ સુરક્ષાકર્મી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિની ગેરહાજરીમાં સસરા પુત્રવધુ પર નજર બગાડતા, પતિના બીજા લગ્ન કરાવી whats appથી વહુને કરી જાણ

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા ઉપર એટીએમ ચોરીને લગતા અનેક વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં એટીએમ તોડીને ચોરી કરતા ચોરો કેમેરામાં કેદ થતાં હોય છે. તો ક્યારેક આખે આખું એટીએમ પણ ઉઠાવી જવાની ઘટનાઓનો વીડિોય સોશિયલ મીડિયા ઉપર વાયરલ  થતો હોય છે.

    આ પણ વાંચોઃ-શિક્ષિકાની શરમજનક કરતૂત! હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના બનાવ્યા અશ્લિલ વીડિયો, અનેક યુવતીઓની તબિયત બગડી

    પરંતુ આસામમાંથી એટીએમના પૈસા ચોરીની આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જ્યારે એટીએમના રૂપિયાની સુરક્ષા અંગે પણ મોટા સવાલો ઉભા થયા છે. લોકોમાં પોતાના રૂપિયાની સુરક્ષા અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. અને એટીએમની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનામાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી નથી. જોકે, પાછળ જતાં પોલીસ ફરિયાદ થઈ પણ શકે છે.
    Published by:ankit patel
    First published: