પાકિસ્તાનમાં ઝેરી ગેસ લીક થતાં 6 લોકોનાં મોત, 100થી વધુ લોકો હૉસ્પિટલમાં દાખલ

ગેસ લીક થવાથી ડઝનબંધ લોકો બેભાન થઈ ગયા, તે સૌને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ગેસ લીક થવાથી ડઝનબંધ લોકો બેભાન થઈ ગયા, તે સૌને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

 • Share this:
  કરાચી : પાકિસ્તાન (Pakistan)ના કરાચીથી મોટા સમાચાર આવી રહ્યા છે. કરાચી (Karachi)માં ઝેરી ગેસ લીક થવાના કારણે અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. અહીં શરૂઆતમાં ન્યૂક્લિયર ગેસ લીક (Nuclear Gas Leak) થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે બાદમાં કહેવામાં આવ્યું કે શાકભાજીના એક કેન્ટેનરથી કોઈ ઝેરી ગેસ લીક થવાના કારણે દુર્ઘટના બની. જ્યાં આ દુર્ઘટના બની તે વિસ્તાર કરાચી ન્યૂક્લિયર પાવર કાર્પોરેશન (Karachi Nuclear Power Corporation)થી ખૂબ નજીક છે. સૂત્રો મુજબ, પાકિસ્તાને તપાસ માટે ન્યૂક્લિયર બાયોલોજિકલ કેમિકલ ડેમેજ ટીમને મોકલી છે. જેના કારણે ન્યૂક્લિયર ગેસ લીક થવાની વાતને વધુ બળ મળ્યું. હાલ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ છે. જિયો ટીવી મુજબ લગભગ 100 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  પાકિસ્તાનના અખબાર ધ ડૉન મુજબ ગેસ લીક થવાથી ડઝનબંધ લોકો બેભાન થઈ ગયા. તે સૌને હાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  સ્થાનિક પોલીસ મુજબ શરૂઆતની તપાસમાં એવું લાગી રહ્યું છે કે નજીકના એક પોર્ટ પર જહાજ આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ જહાજ પર શાકભાજી હતી. જેવું કન્ટેનર ખોલવામાં આવ્યું તેમાંથી કોઈ ગેસ લીક થયું જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતાં લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર્ગો શિપ પર કેમિકલ્સ હતા.

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા જૈશ-એ-મોહમ્મદે જાહેર કર્યો વીડિયો, બદલો લેવાની આપી ધમકી
  Published by:Mrunal Bhojak
  First published: