કર્ણાટક બાદ હવે ગોવા કોંગ્રેસ મુશ્કેલીમાં, 10 ધારાસભ્ય બીજેપીમાં સામેલ

News18 Gujarati
Updated: July 10, 2019, 11:04 PM IST
કર્ણાટક બાદ હવે ગોવા કોંગ્રેસ મુશ્કેલીમાં, 10 ધારાસભ્ય બીજેપીમાં સામેલ
રાજ્યમાં બીજેપીની તાકાત હવે વધીને 27 થઈ ગઈ

ધારાસભ્ય અહીં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે.

  • Share this:
ગોવાના દસ કોંગ્રેસ કોંગ્રેસ ધારાસભ્યોએ બીજેપીનો હાથ પકડી લીધો છે. સમાચાર છે કે, આ ધારાસભ્યોએ અપોઝિશન લીડરની સાથે મિલાવી એક અલગ ગ્રુપ બનાવ્યું છે. વિધાનસભામાં નેતા વિપક્ષ ચંદ્રકાન્ત કાલ્વેકરે કહ્યું કે, તેમના નેતૃત્વમાં 10 ધારાસભ્ય બીજેપીમાં સામેલ થયા છે. કેન્દ્રીય નેતૃત્વથી નારાજ થઈ તેમણે અલગ ગ્રુપ બનાવ્યું છે.

ગોવાના સીએમએ પણ કરી પુષ્ટી
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું કે, કોંગ્રેસના 10 ધારાસભ્ય પોતાના વિપક્ષી નેતાની સાથે બીજેપીમાં સામેલ થઈ ગયા છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં બીજેપીની તાકાત હવે વધીને 27 થઈ ગઈ છે. બીજેપીમાં સામેલ તમામ ધારાસભ્યોએ કોઈ શરત નથી રાખી, તે કોઈ પણ શરત વગર ભાજપમાં સામેલ થયા છે.

હવે આવું હશે રાજ્યનું સમીકરણ
કોંગ્રેસ - 5 (પહેલા 15)
બીજેપી - 27 (પહેલા 17)ગોવા ફોરવર્ડ પાર્ટી - 3
મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પાર્ટી - 1
એનસીપી - 1
સ્વતંત્ર - 1

દિલ્હી આવી રહ્યા છે ધારાસભ્ય
કોંગ્રેસ છોડી બીજેપીમાં સામેલ થયેલા ગોવાના ધારાસભ્ય બુધવાર રાત્રે જ દિલ્હી માટે રવાના થવાના છે. મળતી જાણકારી અનુસાર, ધારાસભ્ય અહીં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે.
First published: July 10, 2019, 11:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading