પ્રયાગરાજઃ અતીક અહેમદને લઈને નીકળેલી પોલીસનો કાફલો ચિત્રકૂટ તરફ જઈ રહ્યો છે અને સવારે પાંચ વાગતા ઝાંસી પહોંચી જશે. અતીક અહેમદને યૂપી પોલીસ સાબરમતી લાવવા માટે નીકળી ગઈ છે. ત્યારે વજ્ર વાહનમાં તેને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અતીકની સુરક્ષા માટે પોલીસકર્મીઓ પણ જોડાયા છે. ત્યારે કાફલામાં અન્ય પોલીસ વાહનો પણ સાથે છે. ઉલ્લેખનીય છે કે, અતીક અહેમદને સુરક્ષાને ધ્યાને રાખી નૈની જેલ પરિસરમાં રાખવામાં આવ્યો હતો. આજીવન કેદની સજા મળ્યા બાદ અતીકે કોર્ટને આગ્રહ કર્યો હતો કે, તેને સાબરમતી જેલ મોકલવામાં આવે. ત્યારે પોલીસનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે અતીકને સાબરમતી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે, તેથી તેને પરત લઈ જવામાં આવી રહ્યા છે.
કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ઉમેશ પાલ અપહરણ મામલે માફિયા અતીક અહેમદ, તેના નજીકના શૌકત હનીફ, દિનેશ પાસીને જિલ્લા કોર્ટેની એમપી એમએલએ વિશેષ ન્યાયાધીશ ડોક્ટર ચંદ્ર શુક્લાએ આજીવન કેદની સજા સંભળાવી છે. જો કે, અતીકના ભાઈને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. વિશેષ અદાલતે આઇપીસીની કલમ 364 અંતર્ગત અતીકને દોષી જાહેર કર્યો છે. વિશેષ અદાલતે તમામ આરોપીઓને આ મામલે નિર્દોષ જાહેર કર્યા છે. અતીકને કોર્ટથી પરત નૈની જેલ મોકલવામાં આવ્યો હતો, પરંતુ જેલમાં રાખવાનો આદેશ ન હોવાથી તેને સાબરમતી જેલ લઈ જવામાં આવી રહ્યો છે. તેના ભાઈ અશરફને બરેલી અને હનીફને ચિત્રકૂટ જેલમાં મોકલવામાં આવ્યા છે.
સજાના આદેશ બાદ અતીકને સાબરમતી જેલમાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. યૂપી પોલીસ તેને લઈને આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હત્યાકાંડ મામલે અતીકની કસ્ટડી ન મળવાથી તેને સાબરમતી જેલમાં પરત મોકલવામાં આવી રહ્યો છે.
અતીક અહેમદ સામે શું છે ગુનો?
2006માં ઉમેશ પાલનું અપહરણ થયું હતું, રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય ગવાહ ઉમેશ પાલ હતો રાજુ પાલ BSPના ધારાસભ્ય હતા. 2007માં ઉમેશ પાલે અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં અતીક અને તેના ભાઈ અસરફ સામે કેસ નોંધાયો હતો. કેસ થયા બાદ ઉમેશ પાલની હત્યા થઈ ગઈ હતી. હવે આ કેસમાં વધુ તપાસ કરવા માટે વારંવાર યુપી પોલીસ અમદાવાદ આવી રહી હતી અને કોર્ટના આદેશ પર તેને ફરી એકવાર યુપી લઈ જવામાં આવી રહ્યો છે. અતીક અહેમદ પણ સમાજવાદી પાર્ટીનો પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર