નૈની સેન્ટ્રલ જેલના વરિષ્ઠ અધીક્ષક શશિકાંત સિંહે તેની પુષ્ટિ કરતા કહ્યું કે, કોર્ટે ખાસ કરીને અતીક અહમદને સાબરમતી જેલમાં રાખવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હે જ્યારે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે.
નવી દિલ્હી: પ્રયાગરાજની એમપી/એમએલએ કોર્ટથી વર્ષ 2006ના ઉમેશ પાલ અપહરણ કેસમાં કઠોર આજીવન કારાવાસની સજા મળ્યા બાદ માફિયા ડોન અતીક અહમદને રોડ માર્ગે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરત લાવવામાં આવી રહ્યો છે. અતીકને પ્રયાગરાજથી લઈને અમદાવાદ જઈ રહેલી પોલીસ ટીમનો કાફલો એમપીથી સરહદ ક્રોસ કરી ચુક્યો છે અને રાજસ્થાનની સરહદમાં એન્ટર થયા બાદ કોટા તરફ આગળ વધી રહ્યો છે. યૂપી પોલીસની ટીમ અતીકને લઈને આજે સાબરમતી જેલ પહોંચશે. આપને જણાવી દઈએ કે, ઉમેશ પાલ અપહરણ કેસમાં એમપી/એમએલએ કોર્ટમાં રજૂ કરવા માટે અતીક અહમદને રોડ માર્ગેથી સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો.
નૈની સેન્ટ્રલ જેલના વરિષ્ઠ અધીક્ષક શશિકાંત સિંહે તેની પુષ્ટિ કરતા કહ્યું કે, કોર્ટે ખાસ કરીને અતીક અહમદને સાબરમતી જેલમાં રાખવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, હે જ્યારે કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. તેને કોર્ટના નિર્દેશાનુસાર સાબરમતી જેલ પરત લાવવામાં આવી રહ્યો છે. તો વળી અતીકના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફ અશરફે આરોપ લગાવ્યો છે કે, તેની બે અઠવાડીયામાં હત્યા થઈ શકે છે. બરેલી પહોંચવા પર અશરફે જેલ વૈનની અંદર મીડિયાકર્મી સાથે વાત કરતા કહ્યું કે, મને એક અધિકારી દ્વારા ધમકી આપવામાં આવી છે કે મને 2 અઠવાડીયામાં જેલમાંથી બહાર લઈ જવામાં આવશે અને મારી નાખવામાં આવશે. મારા પર લગાવેલા આરોપ ખોટા છે.
આ અગાઉ મંગળવારે પ્રયાગરાજમાં એમપી/એમએલએ કોર્ટમાંથી પરત ફર્યા બાદ નૈની સેન્ટ્રલ જેલ પરિસરના મુખ્ય દ્વારા પાસે અતીક અહમદને લગભગ 4 કલાક સુધી પોલીસ વૈનમાં અંદર બેસાડી રાખ્યો અને રાતના લગભગ 8.35 કલાકે સાબરમતી જેલમાં પરત લઈ જવામાં આવ્યો હતો. પ્રયાગરાજના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી અને અતીક અહમદને ગુજરાત લઈ જવાની વ્યવસ્થા કરી આપી. કુલ 45 પોલીસ કર્મીની એક ટીમ આ કામમાં લાગેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર