Home /News /national-international /પોલીસ વાનમાં સિપાહી પર ભડક્યો અતીક અહેમદ, મોતની બીક લાગે છે, કહ્યુ - મને પ્રોગ્રામ ખબર છે
પોલીસ વાનમાં સિપાહી પર ભડક્યો અતીક અહેમદ, મોતની બીક લાગે છે, કહ્યુ - મને પ્રોગ્રામ ખબર છે
અતિક અહેમદ - ફાઇલ તસવીર
Atiq Ahmed: પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ જણાવ્યુ હતુ કે, પ્રયાગરાજ પોલીસની એક ટીમ અતીક અહેમદને લેવા માટે ગઈ છે. તેને કોર્ટે આપેલી તારીખે હાજર કરવાનો છે. કહેવાઈ રહ્યુ છે કે, આ ટીમમાં 45 પોલીસકર્મીઓ છે અને તેમાંથી 40 કર્મીના ફોન જમા કરાવી લેવામાં આવ્યા છે. તેમાં માત્ર 5 અધિકારીઓ પાસે જ ફોન છે.
લખનૌઃ માફિયા ડોન અતીક અહેમદ પ્રયાગરાજના રસ્તે છે. ત્યારે અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી રોડ મારફતે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. ત્યાં જ એવા સમાચાર મળ્યા છે કે, વેનમાં બેસતા પહેલાંથી ગભરાઈ ગયેલા અતીક અહમદ થોડીવાર પછી જ સિપાહી પર ભડક્યો હતો. ચર્ચાઈ રહ્યું છે કે, અતીક અહેમદ સાબરમતી જેલમાંથી રવાના થતા સમયે વેનમાં હાજર સિપાહી પર ભડકી ગયો હતો. અતિક સિપાહી પર ભડક્યો તો ખરો જ સાથે એવું પણ કહ્યુ હતુ કે, તેને ખબર છે પ્લાન શું છે. અતીકે કહ્યુ હતુ કે, ‘અમને તેમનો પ્રોગ્રામ ખબર છે, હત્યા કરવા માગે છે.’
ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ રવિવારે સાંજે માફિયા તેમજ નેતા અતીક અહેમદને ગુજરાતના અમદાવાદમાં આવેલી સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી લઈને પ્રયાગરાજ માટે રવાના થઈ ગઈ છે. અતીક આ જેલમાં જૂન 2019થી બંધ છે. અતીક અહેમદને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 28 માર્ચે એક અપહરણ કેસમાં કોર્ટે આદેશ આપ્યો છે.
ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ સવારે સાબરમતી જેલ પહોંચી ગઈ હતી અને આવશ્યક તમામ ઔપચારિકતા પૂરી કર્યા પછી સાંજે અંદાજે 6 વાગ્યે એક પોલીસ વાનમાં અહેમદને લઈને નીકળી ગયા હતા. આ દરમિયાન સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવી હતી.
સમાજવાદી પાર્ટીના પૂર્વ સાંસદ અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. હાઇકોર્ટના આદેશ પ્રમાણે, અતીક અહેમદે તેના ગૃહરાજ્ય (ઉત્તર પ્રદેશ)થી સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યુ હતુ કે, પ્રયાગરાજ પોલીસની એક ટીમ અતીક અહેમદને લેવા માટે મોકલવામાં આવી છે. તેને કોર્ટે આપેલી તારીખે હાજર કરવાનો છે. એવું ચર્ચાઈ રહ્યુ છે કે, આ ટીમમાં 45 પોલીસકર્મી છે અને તેમાંથી 40 પોલીસકર્મીના ફોન જમા કરાવી લેવામાં આવ્યા છે. તેમાંથી માત્ર 5 અધિકારીઓ પાસે જ ફોન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર