Home /News /national-international /આતીકના આતંકનો અંત: ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કારાવાસની સજા, કોર્ટે સંભળાવી સજા

આતીકના આતંકનો અંત: ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કારાવાસની સજા, કોર્ટે સંભળાવી સજા

atiq ahmed

ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતીક અહમદને દોષિત ઠેરવ્યો છે. જે બાદ તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

પ્રયાગરાજ: ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે અતીક અહમદને દોષિત ઠેરવ્યો છે. જે બાદ તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે.

17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજે પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાહુબલી અતીક અહમદ સહિત 3 આરોપીઓનો દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી છે. કોર્ટે અપહરણ કેસમાં અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યો છે. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7 ને દોષમુક્ત કર્યા છે.



ઉમેશ પાલ 2005માં થયેલ રાજૂપાલ હત્યાકાંડમાં મુખ્ય સાક્ષી હતો. કોર્ટનો આ ચુકાદો એટલા માટે પણ મહત્વનો છે, કેમ કે ઉમેશની 24 ફેબ્રુઆરી 2023ના પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ મામલામાં પણ અતીક, તેનો ભાઈ અશરફ, દીકરા સહિત 9 લોકો આરોપી છે. આ અગાઉ સોમવારે અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવ્યા હતા. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજ લાવવમાં આવ્યો હતો. આ ઉપરાંત એક અન્ય આરોપી ફરહાનને પણ લાવવામાં આવ્યો હતો.



આ પણ વાંચો: કૂનો નેશનલ પાર્ક: આફ્રિકાથી લાવેલ માદા ચિત્તાનું મોત, કિડનીની બીમારીથી હતી પીડિત

25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેનો ભાઈ અશરફ સહિત 5 આરોપી સંડોવાયેલ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવ્યા હતા. આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશા પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશને 28 ફેબ્રુઆરી 2006 અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે, અતીકે તેની સાથે મારપીટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.



2006માં ઉમેશ પાલનું અપહરણ થયું હતું, રાજુ પાલ હત્યા કેસનો મુખ્ય ગવાહ ઉમેશ પાલ હતો રાજુ પાલ BSPના ધારાસભ્ય હતા. 2007માં ઉમેશ પાલે અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં અતીક અને તેના ભાઈ અસરફ સામે કેસ નોંધાયો હતો. કેસ થયા બાદ ઉમેશ પાલની હત્યા થઈ ગઈ હતી. હવે આ કેસમાં વધુ તપાસ કરવા માટે વારંવાર યુપી પોલીસ અમદાવાદ આવી રહી હતી અને કોર્ટના આદેશ પર તેને ફરી એકવાર યુપી લઈ જવામાં આવી રહ્યો છે. અતીક અહેમદ પણ સમાજવાદી પાર્ટીનો પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યો છે.
First published: