Home /News /national-international /Atiq Ahemad Case: અતીકને લઈ જતી ટીમના 5 અધિકારીઓ પાસે જ મોબાઇલ, 40 કોન્સ્ટેબલના મોબાઇલ જપ્ત કર્યા

Atiq Ahemad Case: અતીકને લઈ જતી ટીમના 5 અધિકારીઓ પાસે જ મોબાઇલ, 40 કોન્સ્ટેબલના મોબાઇલ જપ્ત કર્યા

સાબરમતી જેલમાંથી અતીક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો

Atiq Ahmed Case: અતીક અહેમદને લાવી રહેલી ટીમના માત્ર 5 અધિકારીઓ પાસે જ મોબાઈલ રહેશે. પોલીસકર્મીઓ પાસે મોબાઇલ રહેશે નહીં. તમામ 40 પોલીસ કોન્સ્ટેબલના મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

અમદાવાદઃ અતીક અહેમદને લઈને આવતો કાફલો સાબરકાંઠામાં દાખલ થઈ ગયો છે. ત્યારે રાજસ્થાનથી માંડીને યુપી બોર્ડ સુધી પોલીસ સાથે હશે. રસ્તામાં તમામ જિલ્લા એસપીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, અતીક અહેમદને લાવી રહેલી ટીમના માત્ર 5 અધિકારીઓ પાસે જ મોબાઈલ રહેશે. પોલીસકર્મીઓ પાસે મોબાઇલ રહેશે નહીં. તમામ 40 પોલીસ કોન્સ્ટેબલના મોબાઇલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. માફિયા અતીકને 45 સભ્યોની પોલીસ ટીમ પ્રયાગરાજ લાવી રહી છે.

25મી માર્ચે સાંજે અતીક અહેમદને પ્રયાગરાજ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાંથી લઈને રવાના થઈ હતી. તે પહેલાં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. સાબરમતી જેલ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અતીક અહેમદની મેડિકલ ચેકઅપ બાદ પ્રયાગરાજ પોલીસ UP જવા રવાના

શું હશે રૂટ?


યુપી પોલીસ સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ જવા માટે નીકળી ગઈ છે. ત્યારે તેનો રૂટ આ પ્રમાણે હશે

  • સાબરમતી

  • અમદાવાદ

  • જોધપુર

  • આગ્રા

  • બુંદેલખંડ એક્સપ્રેસ વે થઈને...

  • પ્રયાગરાજ



અતીકે પોલીસ સાથે જવાનો ઇનકાર કર્યો હતો


ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અતીક અહેમદ (Atiq Ahmed)ને લેવા માટે ઉત્તરપ્રદેશ પોલીસ (UP Police) અમદાવાદ આવી છે. ઉલ્લેખનીય છે કે, અતીકે પોલીસ સાથે જવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે અતીક કહે છે કે, 'હું જેલમાં સુરક્ષિત છું..' આ સાથે તેણે યુપી પોલીસ સાથે જવાનો ઈનકાર કર્યો હોવાની વિગતો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. અતીક અહેમદ 3 જૂન 2019થી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને ઉમેશ પાલ હત્યા કેસમાં પૂછપરછ માટે યુપી પોલીસ લેવા માટે સવારની અમદાવાદ પહોંચી છે અને જેલમાંથી તેનો કબજો મેળવવા માટે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
First published:

Tags: Gujarat police, Rajasthan police, Up police, ​​Uttar Pradesh News