ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધીમે-ધીમે તમામ લોકોના ખાતામાં 15-15 લાખ આવી જશે. મહારાષ્ટ્રના સાંગલીમાં આઠવલેએ કહ્યું કે સરકારની પાસે હાલ આટલી મોટી રકમ નથી. તેમનું કહેવું છે કે આરબીઆઈથી પૈસા માગવામાં આવ્યા છે, પરંતુ કેન્દ્રીય બેંક આપી નથી રહી.
આઠવલેનું કહેવું છે કે આરબીઆઈ પાસેથી પૈસા લેવામાં ટેકનીકલ મુશ્કેલીઓ આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામના ખાતામાં તે (તમામ ખાતામાં 15 લાખ રૂપિયા) એક સાથે જમા થવા શક્ય નથી, પરંતુ ધીમે-ધીમે તમામના બેંક ખાતામાં પૈસા ચાલ્યા જશે.
ઉલ્લખેનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું હતું કે તેઓ સત્તામાં આવતા જ કાળા ધન રાખનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેનાથી તમામ લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આવી જશે. રામદાસ આઠવલેએ તેના સંદર્ભમાં આ નિવેદન આપ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર