Home /News /national-international /

અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ કોવિંદ, PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ

અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ કોવિંદ, PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અટલ બિહારી વાજપેયીને અર્પી પુષ્પાંજલિ

ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અટલ બિહારી વાજપેયીને અર્પી પુષ્પાંજલિ

  નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની આજે બીજી પુણ્યતિથિ છે. આ પ્રસંગે તેમને સમગ્ર દેશ શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં તેમને યાદ કર્યા.

  રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય નેતા રવિવાર સવારે દિલ્હી સ્થિત સ્મૃતિ સ્થળ સદૈવ અટલ પહોંચ્યા. ત્યાં તમામ નેતાઓએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પી.


  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સદૈવ અટલ સ્થળે પહોંચ્યા અને પૂર્વ વડપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ પહેલા પીએમ મોદીએ એક વીડિયો ટ્વિટ કરીને તેમને યાદ કર્યા. તેઓએ ટ્વિટમાં લખ્યું કે, વ્હાલા અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને દેશની પ્રગતિ તરફના તેમના પ્રયાસોને યાદ રાખશે.


  આ પણ વાંચો, પશ્ચિમ બંગાળમાં તિરંગો ફરકાવવા મામલે થયેલા વિવાદમાં BJP કાર્યકર્તાની હત્યા

  પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકાએ પણ સદૈવ અટલ પહોંચીને તેમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

  ગૃહ મંત્રી અમિત શાહે પણ વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેઓએ ટ્વિટ કર્યું કે, ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજી દેશભક્તિ તથા ભારતીય સંસ્કૃતિના પ્રખર અવાજ હતા. તેઓ એક રાષ્ટ્ર સમર્પિત રાજનેતા હોવાની સાથોસાથ કુશળ સંગઠક પણ હતા જેઓએ બીજેપીનો પાયો નાખીને તેને વિસ્તારવામાં એક અગત્યની ભૂમિકા નિભાવી અને કરોડો કાર્યકર્તાઓને દેશ સેવા માટે પ્રેરિત કર્યા.


  આ પણ વાંચો, 5 મહિના બાદ આજથી ફરી શરૂ થશે વૈષ્ણો દેવી યાત્રા, રોજ માત્ર 2000 લોકો કરી શકશે દર્શન

  નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર, 1924ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેઓએ 16 ઓગસ્ટ, 2018માં દિલ્હીની એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમય સુધી બીમાર રહ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ramnath kovind, Tribute, અટલ બિહારી વાજપેયી, અમિત શાહ, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन