અટલ બિહારી વાજપેયીને એ નેતાઓમાં ગણવામાં આવે છે જેઓ વિરોધ પક્ષમાં હોય કે સરકારમાં તમામ નેતાઓ સાથે વધુ સારા સંબંધ ધરાવે છે. વિરોધ પક્ષમાં પણ તેમણે સંસદમાં જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી હતી. નરસિંમ્હ રાવ સાથે તેમનો સંબંધ સારો હતો અને રાજીવ ગાંધીની પ્રશંસામાં પણ કરી હતી. માર્શલવાદી-લેનિનીસ્ટ કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક, ચારુ મજુમદારના મૃત્યુ બાદ અટલે શ્રદ્ધાંજલિ આપી હતી.
નેહરુએ કરી હતી અટલની પ્રશંસા 1957માં, જ્યારે અટલ બિહારી વાજપેયી બલરામપુરથી પહેલીવાર લોકસભા પહોંચ્યા ત્યારે સંસદમાં તેમના ભાષણોએ, તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પ્રભાવિત કર્યા હતા. વિદેશી મામલામાં વાજપેયની જબરદસ્ત પકડ જોઇને પંડિત નેહરુએ પણ તેમના વખાણ કર્યા હતા.
મનમોહનને મનાવા પહોંચ્યા હતા અટલ પ્રખ્યાત અર્થશાસ્ત્રી મનમોહન સિંહને રાજનીતિમાં લઇ આવવાનો શ્રેય ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંમ્હ રાવને જાય છે પરંતુ તેઓ અટલ બિહારી વાજપેયીનો ફાળો માનવામાં આવે છે. નરસિંમ્હ રાવ કેબિનેટમાં નાણામંત્રી રહ્યા ત્યારે મનમોહન સિંહને વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેય તરફથી રાજનીતિક પ્રહારો સહન કરવા પડ્યા હતા. એક તબક્કે, એવું થયુ કે મનમોહન સિંહથી નારાજ થઇને નાણામંત્રી પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું.
જો કે, નરસિંમ્હ રાવ પોતે વાજપેયી પાસે આવ્યા અને તેમનાથી નારાજ મનમોહન સાથે મળીને તેમને મનાવવાની વિનંતી કરી. અટલ પણ મનમોહન સિંહ પાસે ગયા અને તેમને સમજાવ્યું કે આ ટીકાઓને ખુદ પર ન લેવી જોઈએ, તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે સરકારની કામગીરી પર સવાર ઉઠાવે છે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર