Home /News /national-international /

અટલ જયંતીઃ રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને અર્પી શ્રદ્ધાંજલિ

અટલ જયંતીઃ રાષ્ટ્રપતિ કોવિંદ અને PM મોદીએ પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને અર્પી શ્રદ્ધાંજલિ

અટલજીએ પોતાના દૂરંદેશી નેતૃત્વમાં દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચાડ્યો - નરેન્દ્ર મોદી

અટલજીએ પોતાના દૂરંદેશી નેતૃત્વમાં દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચાડ્યો - નરેન્દ્ર મોદી

  નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિત અનેક નેતાઓએ દિલ્હીના ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અટલ બિહારી વાજપેયીની જયંતી ઉજવી રહી છે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શુક્રવારે સદૈવ અટલ સ્મારક પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા.

  આ પણ વાંચો, આજે 9 કરોડ ખાતામાં ટ્રાન્સફર થશે PM-Kisanના 2,000 રૂપિયા, વડાપ્રધાન 6 રાજ્યોના ખેડૂતો સાથે કરશે વાત

  PM મોદીએ ટ્વીટ કરીને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી

  PM મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં ટ્વીટ કર્યું- પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મ જયંતી પર શત-શત નમન. પોતાના દૂરંદેશી નેતૃત્વમાં તેઓએ દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈઓ પર પહોંચાડ્યો. એક સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમના પ્રયાસોને હંમેશા સ્મરણ કરવામાં આવશે.

  આ પણ વાંચો, Christmas 2020: દુનિયાભરમાં ક્રિસમસની ધૂમ, જુઓ કોરોના કાળમાં કેવી રીતે થઈ રહ્યું છે સેલિબ્રેશન

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અટલ જયંતીના અવસર પર ટ્વીટ કર્યું. તેઓએ લખ્યું કે, વિચારધારા-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તથા રાષ્ર્t સમર્પિત જીવનથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરૂઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ બિહારી વાજપેયીજીની જયંતી પર તેમને કોટિ કોટિ નમન. અટલજીની કર્તવ્યનિષ્ઠા તથા રાષ્ટ્રસેવા આપણા માટે હંમેશા પ્રેરણાનું કેન્દ્ર રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: અટલ બિહારી વાજપેયી, અમિત શાહ, નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन