PM મોદીએ ખેડૂત આંદોલનને ‘સેલ્ફી ઇવેન્ટ’ ગણાવી, કહ્યુ- બંગાળ અને કેરળને કેમ સવાલ નથી કરતા

ખેડૂતો સાથે સંવાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ભ્રમ ફેલાવી રહ્યું છે

ખેડૂતો સાથે સંવાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ભ્રમ ફેલાવી રહ્યું છે

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિ (PM Kisan) નો નવો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. તેમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. અટલ જયંતીના અવસર પર દેશના અલગ-અલગ હિસ્સામાં બીજેપીની 2500 કિસાન ચૌપાલ યોજાઈ રહી છે. ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ પોતાના સંબોધનમાં વડાપ્રધાન પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી (Mamata Banerjee) સરકાર પર આકરા પ્રહાર કર્યા. વડાપ્રધાને કહ્યું કે બંગાળની સરકારના કારણે ત્યાંના ખેડૂતોને સન્માન નિધિ યોજનાનો લાભ નથી મળ્યો.

    બંગાળ સરકાર પર PM મોદીના આકરા પ્રહાર

    પીએમ મોદીએ કહ્યું કે, હવે હેરાફેરી નથી થતી, નાણા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે. આજે દેશની તમામ સરકારો આ યોજના સાથે જોડાયેલી છે પરંતુ માત્ર બંગાળના 70 લાખ ખેડૂતોને લાભ નથી મળી રહ્યો. બંગાળની સરકાર રાજકીય કારણોથી ખેડૂતોને ફાયદો નથી પહોંચવા દેતા. ત્યાંના ખેડૂતોને સીધા ભારત સરકાર સાથે જોડાવાની તેમને અપીલ છે.

    આ પણ વાંચો, સંગીતના તાલે નાચ્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું- બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ

    વડાપ્રધાને કહ્યું કે, જે લોકોએ બંગાળમાં 30 વર્ષ સરકાર ચલાવી આજે તેઓ આ મુદ્દા પર કોઈ આંદોલન નથી કરતા. બંગાળની આવી જ વિચારધારાના લોકો આજે પંજાબ પહોંચી ગયા છે. બંગાળની સરકાર પોતાના રાજ્યમાં ખેડૂતોના લાભને રોકી રહ્યા છે, પરંતુ પંજાબ પહોંચીને રાજકીય દુશ્મનોની સાથે મળી લડે છે. વિપક્ષ તેની પર ચૂપ કેમ છે.

    ખેડૂતોને કેટલાક લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે – વડાપ્રધાન

    વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો ચર્ચામાં આવવા માટે ઇવેન્ટ કરી રહ્યા છે ને બંગાળની સ્થિતિ પર ચૂપ છે. તેઓ દિલ્હીમાં અર્થનીતિ રોકવામાં લાગેલા છે. જેઓએ દિલ્હીમાં ઘેરી દીધું છે. તેમને કેરળ નથી દેખાતું. કેરળમાં પણ APMC,માર્કેટ નથી, ત્યાં તેઓ આંદોલન નથી કરતા. તથ્ય વગર જ રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

    PM મોદીએ કહ્યું કે, ખેડૂતોને બદનામ કરી કેટલાક લોકો પોતાની રાજનીતિ ચમકાવી રહ્યા છે. પહેલાની સરકારોની નીતિના કારણે ખેડૂત બરબાદ થયા, જેમની પાસે ઓછી જમીન હતી. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે આધુનિક ખેતીને લઈને બળ આપ્યું. વડાપ્રધાને કહ્યું કે અમારું ફોકસ ખેડૂતોના ખર્ચને ઓછું કરવા પર કર્યું. પીએમ પાક વીમા યોજના, કિસાન કાર્ડ, સન્માન નિધિ યોજનાની મદદથી ખેતીને સરળ કરવામાં આવી છે.

    9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા 18 હજાર કરોડ રૂપિયા

    સુશાસન દિવસના અવસરે ખેડૂતો સાથે સંવાદ શરૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોની યોજનાઓમાં ભ્રષ્ટાચારને અટલ બિહારી વાજપેયી રોગ માનતા હતા.

    PM મોદીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ

    વડાપ્રધાન મોદીએ ખેડૂતોના બેંક ખાતામાં નાણા ટ્રાન્સફર કર્યા બાદ અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, મધ્ય પ્રદેશ, તમિલનાડુ,  ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર  રાજ્યના ખેડૂતો સાથે સંવાદ કર્યો. ખેડૂતો સાથે સંવાદ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિપક્ષ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર ભ્રમ ફેલાવી રહ્યું છે. ખેડૂતો સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાને અન્નદાતાઓને વિનંતી કરી કે, કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદાઓ વિશેની જાણકારી બીજા ખેડૂતોને જણાવો. કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ દર સૌથી ઓછા હોય છે. મધ્ય પ્રદેશના ખેડૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, નવા કાયદાથી ઘણો ફાયદો થયો છે.

    અમિત શાહ વિપક્ષ પર વરસ્યા

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ દિલ્હીમાં કિસાન ચૌપાલને સંબોધિત કરી. અમિત શાહે કહ્યું કે, દેશ માટે આજનો દિવસ અગત્યનો છે. આજે અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવીયની જયંતી છે જેઓએ દેશના નિર્માણમાં અગત્યનું યોગદાન આપ્યું. અમિત શાહે કહ્યું કે, દસ વર્ષ સુધી યૂપીએની સરકારે માત્ર 60 હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું. પરંતુ મોદી સરકારે માત્ર અઢી વર્ષમાં દસ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા.

    આ પણ વાંચો, Christmas 2020: દુનિયાભરમાં ક્રિસમસની ધૂમ, જુઓ કોરોના કાળમાં કેવી રીતે થઈ રહ્યું છે સેલિબ્રેશન

    અમિત શાહે કહ્યું કે, ખેડૂતોના હિતની વાત કરનારા રાહુલ ગાંધી, શરદ પવારની સરકાર 2013-14માં ખેડૂતો માટે માત્ર 21 હજાર 900 કરોડ રૂપિયાનું બજેટ હતું, પરંતુ મોદી સરકારે તેને 1.34 લાખ કરોડ રૂપિયાનું બજેટ કર્યું. તેઓ આપણી પાસેથી હિસાબ માંગી રહ્યા છે. ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે વાળો હિસાબ થઈ રહ્યો છે. અમિત શાહે કહ્યું કે MSP બંધ નહીં થાય, વિપક્ષ જૂઠાણું ફેલાવી રહી છે.

    PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. દરેક હપ્તામાં 2,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કાર્યક્રમ એવા સમયે યોજાઈ રહ્યો છે જ્યારે દિલ્હીની વિવિધ સરહદો પર ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઈને છેલ્લા કેટલાક સપ્તાહથી પ્રદર્શન કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ ત્રણેય કાયદા ખેડૂતોના હિતમાં છે.



    બીજેપીની કિસાન ચૌપાલ

    બીજેપીની કિસાન ચૌપાલ સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. દિલ્હીના મહરૌલીમાં અમિત શાહ, દ્વારકામાં રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતા દેશના અલગ-અલગ હિસ્સામાં ઉપસ્થિત છે.
    Published by:Mrunal Bhojak
    First published: