નવી દિલ્હી: દેશભરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહાર વાજપેયીની જયંતિ પર સુશાસન દિવસ મનાવામાં આવ્યો. આ દરમિયાન ઔરંગાબાદ જિલ્લાના ભાજપ એકમે દિવંગત અટલ બિહારી વાજપેયીના નામ પર એક સ્ટારનું નામ રાખ્યું છે. પૃથ્વીથી આ તારો 392.01 લાઈટ ઈયર દૂર છે. તે સૂર્યથી એકદમ નજીકનો તારો છે. 14 05 25.3 28 51.9 નિર્દેશાંકવાળા તારાને 25 ડિસેમ્બર, 2022ના રોજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ રજિસ્ટ્રીમાં રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે. તારાનું નામ અટલ બિહારી વાજપેયીજી છે.
આપને જણાવી દઈએ કે, અટલ બિહારી વાજપેયી 16 મે 1996થી 1 જૂન 1996 સુધી અને બાદમાં 19 માર્ચ 1998થી 22 મે 2004 સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. તેમણે 1977 અને 1979 સુધી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ મંત્રીમંડળમાં ભારતના વિદેશ તરીકે પણ કામ કર્યું છે. 16 ઓગસ્ટ, 2018ના રોજ દિલ્હી એઈમ્સમાં તેમનું નિધન થયું હતું.
25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે મનાવામાં આવે છે
2014માં સત્તામાં આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ તરીકે એલાન કર્યું કે, 25 ડિસેમ્બરને દર વર્ષે સુશાસન દિવસ તરીકે મનાવામાં આવે. રાષ્ટ્રીપતિ મૂર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રવિવારે પૂર્વ પ્રધાનમંત્રીની 98મી જયંતિ પર તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર