Home /News /national-international /લગ્નમાં ફિયાસ્કો! વરમાળા વખતે જ વરરાજાની વિગ નીકળી ગઈ : ટકલા જોડે લગ્ન કરવાની દુલ્હને ના પાડી દીધી!

લગ્નમાં ફિયાસ્કો! વરમાળા વખતે જ વરરાજાની વિગ નીકળી ગઈ : ટકલા જોડે લગ્ન કરવાની દુલ્હને ના પાડી દીધી!

લગ્ન સમારંભમાં જ વરરાજાની વિગ નીકળી ગઈ

સફીપુર પોલીસ (Safipur Police) ચોકી વિસ્તારના પરિયારની રહેવાસી નિશાના લગ્ન કાનપુર (Kanpur) ના આવાસ વિકાસ કોલોનીમાં રહેતા પંકજ કશ્યપ સાથે નક્કી થયા હતા. 20 મેની સાંજે જાન વાજતે-ગાજતે કન્યાના દરવાજે પહોંચી હતી, અને...

આજકાલ આપણી આસપાસ અજીબો-ગરીબ કારણોસર લગ્ન રદ્દ થવાની ઘટનાઓ જોઈ રહ્યાં છીએ. ઉત્તર પ્રદેશમાંથી હવે વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે. યુપીના ઉન્નાવ જિલ્લામાં સફીપુર ચોકી વિસ્તારના પરિયાર ગામના રહેવાસી લખન કશ્યપની પુત્રીના લગ્ન માટે જાન હાઉસિંગ ડેવલપમેન્ટ કોલોનીમાંથી આવી હતી, જે કલ્યાણપુર, કાનપુર નગરના પોલીસ સ્ટેશનન હદ વિસ્તારમાં આવે છે.

સફીપુર પોલીસ ચોકી વિસ્તારના પરિયારની રહેવાસી નિશાના લગ્ન કાનપુરના આવાસ વિકાસ કોલોનીમાં રહેતા પંકજ કશ્યપ સાથે નક્કી થયા હતા. 20 મેની સાંજે જાન વાજતે-ગાજતે કન્યાના દરવાજે પહોંચી હતી. ભોજન કર્યા પછી વર અને કન્યાએ એકબીજાને જયમાલા પહેરાવીને ધાર્મિક વિધિ કરી હતી. હિંદુ રીતિ-રિવાજોમાં મંડપના સાત ફેરા અને સાત વચનો વિના લગ્ન પૂર્ણ થતા નથી. મોડી રાત્રે વરરાજા લગ્ન માટે મંડપમાં પહોંચ્યા હતા, જ્યાં આચાર્યએ વૈદિક મંત્રોચ્ચાર કરીને લગ્નની વિધિઓ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, ફેરા પહેલાં જ વરરાજાને ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડ્યો હતો. એકાએક બનેલ ઘટના બાદ બધા ચોંકી ઉઠ્યા હતા.

ત્યારબાદ કન્યાના ભાઈએ તાત્કાલિક વરરાજાના ચહેરા અને માથા પર પાણીનો છંટકાવ કર્યો અને તેના માથાને ટેકો આપીને ખોળામાં લીધો તો તેના હાથમાં જ વરરાજાના વાળની વિગ બહાર નીકળી ગઈ હતી. આ જોઈને હાજર લોકો હસી પડ્યા હતા અને કન્યા પક્ષે છેતરપિંડી થઈ હોવાનું કહીને વરરાજાને જ બાનમાં લઈ લીધો હતો. કન્યાના ભાઈ વિપિન વરનું માથું ઘસવા લાગ્યો ત્યારે વરરાજાની વિગ હાથમાં આવી ગઈ હતી. ટાલ પડતાં જ વરરાજાની પોલ ખુલતાં જ યુવતી સહિત બધા સ્તબ્ધ થઈ ગયા હતા.

આ પણ વાંચોરામબન ટનલ દુર્ઘટના : કાટમાળ નીચેથી 10 મજૂરોના મૃતદેહ મળી મળ્યા, મૃતકોના પરિવારોને જાણ કરી

વરરાજાને જ વધુપક્ષે બંધક બનાવી દીધો હતો. ત્યારબાદ કન્યા અને પરિવારે ફેરા લેવા અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અહિં મામલો બિચકતા બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી. જોકે વડીલોએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. કન્યા પક્ષે વર પક્ષ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી, જેના પર પરિયાર ચોકીના ઈન્ચાર્જ રામજીત યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા. તેણે કહ્યું કે વરરાજાના માથા પર વિગ જોઈને કન્યા પક્ષ લગ્ન માટે તૈયાર નથી. બંને પક્ષો પોલીસ સામે સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
First published:

Tags: Ajab Gajab, Ajab gajab news, Kanpur, Viral news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો